________________
ર૪ર
ભારતીય અભિલેખવિદ્યા અધિપતિ શ્રી ખારવેલ પિંગલદેહ ધારણ કરી પંદર વર્ષ કુમાર-કીડા ખેલ્યા. પછી લેખ, રૂપ, ગણના, વ્યવહાર અને વિધિમાં વિશારદ અને સર્વવિદ્યાથી અવદાત થઈ એમણે નવ વર્ષ યૌવરાજ્યનું શાસન કર્યું. વીસ વર્ષ પૂર્ણ થતાં ત્યારે શેષ યૌવન અને અભિવિજય વધતાં જતાં એ કલિંગ-રાજવંશના ત્રીજા પુરુષ–યુગમાં મહારાજ તરીકેનો અભિષેક પામે છે.
“અભિષેક થયા પછી પ્રથમ વર્ષે પવનથી નુકશાન પામેલા ગાપુર પ્રાકાર અને આવાસોને, કલિંગ–નગરીને અને શિબિરને સમરાવે છે, શીતળ તળાવની પાળીઓ બંધાવે છે, ને સર્વ ઉદ્યાનો ઉદ્ધાર કરે છે; ને ૩૫ લાખ (કાષપણો) વડે પ્રજાનું રંજન કરે છે.
અને દ્વિતીય વર્ષે શાતકણિનો વિચાર કર્યા વિના પશ્ચિમ દિશા તરફ અશ્વગજ–ર–રથથી ભરપૂર સૈન્ય મોકલે છે, ને કૃષ્ણા નદીના તીરે ગયેલી સેના વડે ઋષિક નગરને ત્રાસ આપે છે.
પછી તૃતીય વર્ષે ગંધર્વવેદના જાણકાર એવા એ નગરીને દર્પ(એક પ્રકારનું મલ્લયુદ્ધ), નૃત્ય, ગીત, અને વાદિત્ર (વાઘ) બતાવીને તેમ જ ઉત્સવ અને સમાજ કરાવીને ખીલવે છે.
એવી રીતે ચતુર્થ વર્ષે વિદ્યાધરેથી વસાયેલા અરકતપુર પર કલિંગના અગાઉના રાજાઓના ધમ વડે કે તેઓની નીતિ વડે સર્વત્ર ધમકૂટ દ્વારા પ્રશાસન કરે છે, ને ભય અને ત્રાસ પામેલા, છત્ર અને ભંગાર (કલશ) મૂકી દીધેલા અને જેઓની રત્ન-સંપત્તિ ઝૂંટવાઈ ગઈ છે તેવા સવ રાષ્ટ્રિકોને તથા ભોજકને પગે નમાવે છે.
ને હવે પંચમ વર્ષે નંદરાજાએ ત્રણ વર્ષ પર ખોલેલી, તનલીય માર્ગની પ્રણાળાને (નહેરને) નગરમાં દાખલ કરાવે છે.
અભિષેક થયાને કે વર્ષે રાજભવ દર્શાવતા એ પર તથા જાનપદ જનોમાં સર્વ પ્રકારના અનુગ્રહ કરાવતા લાખો (કાપણ) વહેચે છે.
ને સાતમે વર્ષે લાખ (કાષપણો) વડે સેંકડો ખડ્ઝ, છત્ર, ધ્વજ, રથ, રક્ષક અને અશ્વોના સમૂહોનું પ્રદર્શન તથા સર્વ મંગલ કરાવે છે.
ને આઠમે વર્ષે મોટી સેના સાથે મથુરા પહોંચીને ગરથગિરિને મારીને રાજગૃહને રંજાડે છે; ને તેના પ્રત્યાક્રમણના નાદથી બીધેલાં સિ તથા વાહનોને છોડવા માટે મથુરા ચાલ્યા જઈને નરેન્દ્ર (રાજા) સર્વ ગ્રહવાસીઓને,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org