________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
૨૮૫, સેતુ બંધાવ્યો હતે. ત્રણસો-એક વર્ષ પછી ત્યાં ફરી અતિવૃષ્ટિ થઈ નદીઓમાં ભારે પૂર આવ્યું, બંધ તૂટી ગયો ને જળાશય ખાલીખમ થઈ ગયું. ગિરિનગરના નગરપાલ ચક્રપાલિતે એ તરત જ સમરાવ્યું, ને એને લગતા લેખ એ જ શૈલ પર કોતરાવ્યો. | ગુપ્ત સમ્રાટે પરમ ભાગવત હતા. સ્કંદગુપ્ત નીમેલે સુરાષ્ટ્રના રાજ્યપાલ તથા તેનો પુત્ર ચક્રપાલિત, જે ગિરિનગર નગરપાલ હતો તે, પણ પરમ ભાગવત , હતો, આથી લેખને આરંભ વિષ્ણુની સ્તુતિના શ્વેકથી થાય છે.
આ આખો લેખ સંસ્કૃત પદ્યમાં છે. સદર્શન–તટાક–સંસ્કારને લગતો એને પ્રથમ ખંડ ૩૯ શ્લોકોને છે ને ચક્રપાલિકે બંધાવેલા ચક્રધારીના મંદિરને લગતે બીજો ખંડ ૮ શ્લોકન છે. ગ્લૅક માલિની, આર્યા, ઉપજાતિ, ઈન્દ્રવજી, વંશસ્થ અને વસંતતિલકા છંદમાં રચાયા છે.
શ્લેક ૨-૬ માં રાજાધિરાજ સ્કંદગુપ્તની પ્રશસ્તિ આપી છે. . માં ગુપ્ત રાજાઓની ગડચિહનાંકિત રાજમુદ્રાને નિર્દેશ છે. પિતા કુમારગુપ્તના છેલ્લા દિવસોમાં હૂણોને ઉપદ્રવ થતાં કંદગુપ્તને એમને ભારે સામનો કરવો. પડેલો.
એણે સર્વ દેશો(પ્રદેશ)માં ગોપ્તા(રક્ષક-રાજ્યપાલ) નીમીને સુરાષ્ટ્રના ગોપ્તાની નિમણુક માટે અનેક અહોરાત્ર (દિવસ-રાત) વિચાર કર્યા કર્યો. આ દૂરનો સીમાન્ત પ્રાંત હતો માટે ? કાંતો પર્ણદત્તની અંગત પ્રશસ્તિ માટે સુરાષ્ટ્રના ગોપ્તાની નિમણૂકને અહીં પ્રાસંગિક મહત્ત્વ અપાયું હશે ? . ૮-૧૧ માં આદર્શ રાજ્યપાલના અપેક્ષિત ગુણ ગણાવવામાં આવ્યા છે.
પર્ણદત્તની પસંદગીને લગતા લે ૧૨-૧૩માં એને અંગત પરિચય આપવામાં આવ્યા નથી, એનું કુલ પણ જણાવ્યું નથી.
ગિરિનગરના નગરપાલ નિમાયેલા ચક્રપાણિતની પ્રશસ્તિ વિસ્તારથી કરવામાં આવી છે (. ૧૪-૨૫).
લેખને મુખ્ય વિષય . ૨૬ માં શરૂ થાય છે. ગુ. સં. ૧૩૬(ઈ. સ. ૪૫૫). માં અતિવૃષ્ટિ થઈ નદીઓમાં ભારે પૂર આવ્યું, બંધ તૂટી ગયે ને સુદર્શન ખાલીખમ થઈ ગયું. આ કરણ ઘટનાનું નિરૂપણ અહીં કવિની રીતે રુચિરકલ્પનાઓ દારા કર્યું છે (લે. ૨૮–૨૯).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org