________________
કેટલાંક મહત્ત્વનાં દાનશાસન
૩૦૯
વહીવટ કરનાર અધિકારી હતેા તે મહત્તર એ ગ્રામ(ગામ)ને મેટેરેા હતેા. ધ્રુવાધિકરણિક એ રાજ્યે ધ્રુવ (મુકરર) કરેલેા રાજભાગ ઉધરાવનાર મહેસૂલી અમલદાર હતા. ‘ધ્રુવ' અથવા ધૂ' ના હોદ્દો કચ્છમાં પ્રચલિત હતા તે અમુક કુટુ એની અટકામાં જળવાઈ રહ્યો છે. વિષયપતિ એ વિષય(જિલ્લા)ના વડા હતા. હસ્ત્યારેાહ એટલે હાથીસવાર અને અશ્વારેાહ એટલે ઘેાડેસવાર.૧૬
દાનના હેતુમાં માતાપિતાના તેમ જ પાતાના પુણ્યની વૃદ્ધિ અભિપ્રેત છે. દાન વલભીમાં આવેલા બપ્પપાદીય વિહારને આપેલુ છે. એ વિહાર આચાય સ્થિરમતિએ કરાવ્યા હતા. સ્થિરમતિ વસુબંધુના ભાઈ અસંગના શિષ્ય હતા. એમણે વલભી નજીકના વિહારમાં રહી પોતાની કૃતિઓ રચી હતી એવું યુઆન સ્વાંગે નોંધ્યુ છે. સ્થિરમતિએ આ વિહારને પેાતાના ગુરુની સ્મૃતિમાં પપ્પાદીય' (પૂજ્ય અપનેા–બાપને) નામ આપ્યુ લાગે છે. આ વિહાર આગળ જતાં દુદાવિહારમંડલની અતગત ગણાયા.૧૭
ભૂમિદાનથી એ દાન લેનાર વિહારનાં ત્રણ પ્રયેાજન સધાય એવા ઉદ્દેશ હતા ઃ (૧) વિહારમાં ભગવાન બુદ્ધોની૧૮ મૂર્તિ એની નિત્ય પૂજા માટે જરૂરી સામગ્રીની જોગવાઈ, (૨) બહારથી આવતા ભિક્ષુઓનાં વસ્ત્ર, ભાજન અને ઔષધની જોગવાઈ, અને (૩) વિહારનું સમારકામ.
ભૂમિદાનમાં એ ગામ આપેલાં છે : (૧) હસ્તવપ્ર આહરણીમાં આવેલું મહેશ્વરદાસેનક ગામ અને (૨) ધારાખેટક સ્થલીમાં આવેલુ દેવદ્રિપલ્લિકા ગામ. આહરણી એટલે નાના આહાર ને આહાર એટલે વિષય(જિલ્લા)થી નાના વહીવટી વિભાગ. હસ્તવપ્ર આહરણી સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં હતી. એનું વડું મથક હસ્તવપ્ર એ હાલનુ હાથા છે, જે ભાવનગર જિલ્લાના કાળિયાક તાલુકામાં ધેાધાની ઉત્તરે આવેલુ છે. મહેશ્વરદાસેનક તળાજા પાસેનુ મહાદેવપુર હોઈ શકે. સ્થલી એ કસબા જેવા નાના વહીવટી વિભાગ હતા. એ વિભાગ સૌરાષ્ટ્રમાં ધણેા પ્રચલિત હતા. ધારાખેટ એ ધેાળા (જિ. ભાવનગર) પાસેનું ધારુકા હોઈ શકે. તેા દેવભુદ્રિપલિકા એ ધારુકા પાસેનું દેવળિયા હેલુ સભવે. ૧૯
ઉદ્રંગ એટલે જમીનદાર પાસેથી વસૂલ કરાતું ઊધડ મહેલ. ઉપર્રિકર એટલે જમીન પર માલિકી હક ન ધરાવતા ખેડૂતા ઉપર નાખેલેાકર. વાતપ્રત્યાય એટલે બહારથી આયાત કરેલી ચીજો પર લેવાતી જકાત અને ભૂતપ્રત્યાય એટલે ગામમાં ઊપજેલી ચીજો પર લેવાતી જકાત, ધાન્યના રૂપે લેવાતુ મહેસૂલ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org