________________
૩૦૮
ભારતીય અભિલેખવિદ્યા
સૂચિત થાય છે. દ્રોણસિંહનું રાજ્યારોહણ થતાં પરમસ્વામીએ અર્થાત તે સમયના ગુપ્ત સમ્રાટે (પ્રાયઃ બુધગુપ્ત કે વૈન્યગુપ્ત) ૨ પિતે એને રાજ્યાભિષેક કરાવ્ય ને હવે દ્રોણસિંહે “મહારાજ” એવી પદવી ધારણ કરી. વળી એણે ભૂમિદાનનું રાજશાસન પણ ફરમાવવા માંડયું. મનુસ્મૃતિ વગેરે સ્મૃતિઓમાં જણાવ્યા મુજબ એણે રાજ્યમાં વ્યવસ્થા સ્થાપી. ધરસેન તથા કોણસિંહ પણ પરમ માહેશ્વર હતા. આ વંશના ઘણાખરા અન્ય રાજાઓ પણ એ જ સંપ્રદાથના હતા. પરંતુ એમાં બેત્રણ અપવાદ છે. દ્રોણસિંહનો અનુજ ધ્રુવસેન ૧ લો પરમ ભાગવત અર્થાત્ ભાગવત (વૈષ્ણવ) સંપ્રદાયને પરમ અનુયાયી હતો ને એનો અનુજ ધરપટ પરમ આદિત્યભકત (સૂર્ય–ઉપાસક) હતો. ધરપટ્ટનો પુત્ર ગુહસેન પરમ માહેશ્વર હતો, પરંતુ છેવટમાં એ પિતાને પરમ સૌગત (બૌદ્ધ) પણ કહેવરાવતો. બાકી સામાન્ય રીતે મિત્રક રાજાઓ માહેશ્વર હતા.
મહારાજ દ્રોણસિંહનું વલભી સંવત ૧૮૩(ઈ. સ. ૫૦૨)નું દાનશાસન મળ્યું છે. ૧૩ મહારાજ ધ્રુવસેન ૧લાએ અનેક ભૂમિદાન દીધેલાં, જેને લગતાં તામ્રપત્ર વ. સ. ૨૦૬(ઈ. સ. પર૫)થી વ. સં. ૨૨૬(ઈ. સ. ૫૪૪)નાં મળ્યાં છે. ૧૪ એને શાસ્ત્રના અધ્યયનનો શોખ હતો. આનંદપુર(વડનગર)માં ધ્રુવસેન રાજાને પુત્રમણથી થયેલે સંતાપ દૂર કરવા માટે કલ્પસૂત્રનું જાહેર વાચન કરવાનું શરૂ થયું એ જન અનુશ્રુતિમાં જણાવેલે રાજા ધ્રુવસેન આ લાગે છે.
ધરપટ્ટ એ ભટાર્કને ચોથે પુત્ર હતો. એનું કઈ દાનપત્ર મળ્યું નથી. એણે ઘણાં થોડાં વર્ષ રાજ્ય કર્યું લાગે છે.
ગહસેન એ મૈત્રક વંશને ભટાર્ક જેવો પ્રતાપી રાજવી હતો. એનાં દાનશાસન વિ. સ. ૨૪ (ઈ. સ. ૫૫૦)થી વ. સં. ૨૪૮ (ઈ. સ. ૫૬૭)નાં ૧૫ છે. આ રાજાની પ્રશસ્તિમાં પણ એની અપાર પ્રશંસા કરેલી છે.
એને પુત્ર ધરસેન ૨ જો આ દાનને દાતા છે. એનાં અનેક દાનશાસન મળ્યાં છે, જે વ. સ. ૨પર(ઈ. સ. ૫૭૧)થી વ. સં. ૨૭૦(ઈ. સ. ૫૮૯)નાં છે.
ધરસેનના સમય સુધી મૈત્રક રાજાઓ હજી પૂરા સ્વતંત્ર થયા નહોતા. આથી ધરસેન “મહાસામંત” અને “મહારાજ' કહેવાતો.
દાનશાસન લાગતાવળગતા અધિકારીઓને ફરમાવાયું છે. એમાં આયુક્તક એ મહેસૂલી ખાતાનો મુખ્ય હિસાબનીશ હતો. પ્રાંગિક એ કંગ(નગર)ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org