________________
૩૧૦
ભારતીય અભિલેખવિદ્યા ધાન્યાદેય’ અને સુવર્ણનાં રૂપમાં લેવાતુ મહેસૂલ તે “હિરણ્યાય'. ધાન્યાદિ ઊપજના મુકરર ભાગરૂપે લેવાતો કર તે “ભાગ” અને ફળફૂલ શાક વગેરે ચીજોના રૂપમાં અપાતી દૈનિક વપરાશની ભેટોની આવક તે “ભોગ”. જરૂર પડે વેઠ કરાવવાને પણ હક રહેત. ૨૦ દશાપરાધ એટલે દસ પ્રકારના અપરાધ માટે લેવા દંડ.૨ ૧
પડતર જમીન ખેડવા માટે કરમુક્ત રીતે અપાતી તેમ ધમ–દાય તરીકે અપાતી જમીન પણ કરમુકત રહેતી. દાનની ક્રિયા હાથમાં જળ મૂકીને થતા સંકલ્પ દ્વારા થતી.
ભૂમિદાનને મહિમા, ભૂમિદાનના પરિપાલનથી મલતું પુણ્ય અને ભૂમિદાનના આચ્છેદથી લાગતું પાપ-એને લગતા પુરાણકી લેક દાનશાસનમાં વધતી જગ્યા પ્રમાણે ઓછાવત્તા ટાંકવામાં આવતા. આ કે વેદસંહિતા કરનાર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસે રચેલા મનાતા. વ્યાસ મહાભારતના તથા પુરાણોના કર્તા મનાય છે. આમાનાં કેટલાક લોક કંદપુરાણ, પદ્મપુરાણ અને ભવિષ્યપુરાણ જેવાં પુરાણોમાં આપેલા છે.૨૨
દાનશાસનના અંતે દાન દેનાર રાજાના સ્વહસ્ત છે. દાનશાસનને સંદેશે. દિવિરપતિને કહી એનો અમલ કરાવનાર અધિકારીને ‘દૂતક' કહેતા. આ દાનશાસનનો દૂતક સામંત શીલાદિત્ય તે રાજપુત્ર શીલાદિત્ય હોઈ શકે, જે પ્રાયઃ વિધ્ય–સહ્ય પ્રદેશની શાખાના સામંત તરીકે રાજ્ય કરતો.૨૩ દાનશાસનનું લખાણ તૈયાર કરનાર સ્કંદભટ દિવિરપતિ એટલે મુસદો ઘડનાર દિવિરેનો વડે હતો તેમજ સંધિ-વિગ્રહ ખાતાના અધ્યક્ષ પણ હતો.
દાનનું વર્ષ ૨૬૯ વલભી સંવતનું છે. ચિત્રમાં ત્યારે ઈ. સ. ૧૮૮ હતું. “બ” એ બહુલ” (કૃષ્ણ)નું સંક્ષિપ્ત રૂપ છે. બહુલ એટલે બહુલપક્ષે (કૃષ્ણપક્ષે).
આમ આ દાનશાસન પરથી મૈત્રક વંશ, ધરસેન ૨ જાના પૂર્વજો, ધરસેન ૨ જે, ભદ્રપત્તન, વલભી, હસ્તવપ્ર આહરણી, વલભીનો બ૫પાદીય વિહાર, ભૂમિદાનને લગતા અધિકાર, દૂતક, લેખક, દાનને સમયનિદેશ, રાજાના સ્વહસ્ત, દાનશાસનનું દસ્તાવેજી સ્વરૂપ, રાજાઓની પ્રશસ્તિઓની રચનાશૈલી ઇત્યાદિ અનેક બાબતો વિશે જાણવા મળે છે. ૩. જયભટ ૪થાનું કાવી તામ્રપત્ર, (કલર) સવંત ૪૮૬
१. [तुरङ्गमनिकरभगभासुरो] [द्रु]तदलितद्विरदकुम्भस्थलश(गोलित्तमुक्ताफलनिकરિતુerf]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org