________________
૩૦૬
ભારતીય અભિલેખવિદ્યા
ભૂમિદાતા વસે સ્વર્ગે વર્ષો સાઠ હજાર, ને છેદે કે દવા દે તે એટલાં નરકે વસે. (૧) સગરાદિ ઘણા રાજા ભૂમિને ભોગવી ગયા; જેની જેની યદા ભૂમિ તેનું તેનું તદા ફલ. (૨) ભૂમિદાય હરે છે જે જન્મે છે કૃષ્ણ સર્પ તે, વસે શુષ્ક બખોલમાં જળહીન વન મહીં. (૩) પોતે કે પારકે દીધી ભૂમિને જે હરે નર,
લાખ ગાય હણ્યા કેરું લાગે પાતક તેહને. (૪) દારિદ્રય કેરા ભયથી ધન જે ધર્માશ્રયી ભૂપ અહીં હરે છે, નિર્ભકત નિર્માલ્ય સમાન તેને પાછાં લઈ સજન કોણ લે રે ! (૫) જેના થકી ઈસિત અર્થ પામ્યા, લક્ષ્મીતણું આશ્રય એક ભૂપ ! પુણ્ય રહ્યાં તે જ વધારવાનાં, ગુમાવવો ને ઉપકારિપક્ષ. (૬)
મારા, મહારાજ શ્રી ધરસેનના સ્વહસ્ત (દસ્તક).
“દૂતક સામંત શીલાદિત્ય. સંધિવિગ્રહ અધિકરણના અધિકારી દિવિરપતિ સ્કંદભટે લખ્યું.
“સં. ૨૬૯ ચત્ર બ. ૨.”
આ તામ્રપત્ર વળા(વલભીપુર, જિ. ભાવનગર)નાં ખંડેરેમાંથી જૂની ઈ ટે ખોદતાં કેળીઓને મળ્યું હતું. પતરાં બે છે, લગભગ ૨૪૪ ૪૨ સે. મી. (૯૩ ૪ ૧૬૩ ઈંચ) ના કદનાં. બંને પતરાંની બાજુ પર લખાણ ૧૬-૧૬ પંક્તિનું છે. ભાષા સંસ્કૃત છે. વ્યાસક્ત લોકે સિવાયને બધો ભાગ ગદ્યમાં છે. .. 241 614211210 Indian Antiquary 4 Vol. VI Hi uleid થયેલું. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૧ માં પણ પ્રસિદ્ધ થયું છે. ' લખાણને આરંભ મંગલવાચક “સ્વસ્તિ” શબ્દથી કર્યો છે. દાનશાસન ભદ્વપત્તનમાં રહેલી વિજયછાવણીમાંથી ફરમાવ્યું છે. ભદ્રપત્તન એ ભાવનગર જિલ્લામાં મહુવા પાસે આવેલું ભાદરેડ લાગે છે. ભાદરેડ પુરાતન ગામ છે.
આ નગર આગળ જતાં “પત્તનમાંથી “પદ્ધ થયું લાગે છે, કેમ કે હાલનું નામ “ભદ્રપદ્રમાંથી વ્યુત્પન્ન થયું ગણાય. ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org