________________
કેટલાંક મહત્વનાં દાનશાસન
૩૦૫
દૂર કરનાર, શ્રી (લક્ષ્મી) અને સરસ્વતીને એકત્ર વાસ દર્શાવનાર, સંહત શત્રુપક્ષની લક્ષ્મીના પરિભેગમાં દક્ષ વિક્રમ(પરાક્રમ) વાળો, વિક્રમ(પરંપરા) થી પ્રાપ્ત થયેલી વિમળ રાજશ્રી ધરાવનાર, પરમ માહેશ્વર મહાસામંત મહારાજ શ્રી ધરસેન કુશળ (હોઈ),
પિતાના આયુક્તક, દ્રાંગિક, મહત્તર, ચાટ, ભટ, શૌકિક), ધુવાધિકરણિક, વિષયપતિ, રાજસ્થાનીય, ઉપરિક, કુમારામાત્ય, હત્યારેહ, અશ્વારોહ આદિને અને લાગતા-વળગતા અન્ય સર્વને આજ્ઞા કરે છે ? - “તમને વિદિત થાવ કે મેં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થે અને પિતાના ઐહિક (ઐહલૌકિક) તથા આમુગ્મિક (પારલૌકિક) યથેષ્ટ ફળની પ્રાપ્તિ માટે
“વલભીમાં આચાર્ય ભદંત સ્થિરમતિએ કરાવેલા શ્રી બમ્પપાદીય વિહારમાં ભગવાન (પૂજ્ય) બુદ્ધોના પુષ્પ ધૂપ ગંધ દીપ તૈલ આદિ ક્રિયાઓના અનુષ્ઠાન અર્થે, વિવિધ દિશાઓમાંથી આવેલા આર્ય ભિક્ષુઓના સંઘનાં ચીવર (વસ્ત્ર) પિંડપાત (ભિક્ષા) તથા ગ્લાનભૈષજ (ગ-ઔષધ-ઉપચાર) વગેરે અર્થે અને વિહારને કોઈ ભાગ તૂટે ફૂટે તો તેના સમારકામ અર્થે
“હસ્તવપ્ર આહરણીમાં મહેશ્વરદાસેનક ગ્રામ અને ધારાખેટ સ્થલીમાં દેવભદ્રિપલિકા એ બે ગ્રામ ઉદ્વેગ સાથે, ઉપરિકર સાથે, વાત-ભૂત-પ્રત્યાય સાથે, ધાન્ય–ભાગ-ભોગ-હિરણ્યના આદેય સાથે, ઉત્પઘમાન વિષ્ટિ અને કર સાથે, દશાપરાધ સાથે, સર્વ રાજકીયે જેમાં ડખલ ન કરે તે રીતે, ભૂમિછિદ્રના ન્યાયે (દષ્ટાંત), ચંદ્ર સૂર્ય સમુદ્ર નદી ભૂમિ અને પર્વત ટકે ત્યાં સુધીના કાલ માટે, જલ મૂકીને, દેવદાયરૂપે આપ્યાં છે. '
જેથી ઉચિત દેવવિહારની સ્થિતિએ (રૂએ) ભગવતાં, ખેડતાં, ખેડાવતાં કે (અન્યને સુપરત કરતાં કોઈએ એમાં અંતરાય કરવો નહિ.
“અમારા વંશમાં જન્મેલા કે બીજા આગામી ભદ્ર રાજાઓએ અશ્વ અનિત્ય છે, મનુષ્ય અસ્થિર છે, ને ભૂમિદાનનું ફળ સામાન્ય (મજિયા) છે એમ જાણીને અમારા આ દાનને અનુમોદન (મંજૂરી આપવું અને એનું પરિપાલન કરવું.
ને જે એને આચ્છેદ કરે કે કરવા દે, તે ઉપપાતકો સહિત પાંચ મહાપાતકોથી સંયુકત થાય. ભગવાન (પૂજ્ય) વેદવ્યાસ (વેદસંગ્રાહક) વ્યાસે કહ્યું છેઃ
૨૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org