________________
કેટલાંક મહત્ત્વનાં દાનશાસન
ર૯૯
તરત જ કનોજ જવું પડ્યું, કેમ કે માલવરાજે ત્યાંને રાજા ગ્રહવમાં જે રાજ્યશ્રીને પતિ હતો તેને મારી રાજ્યશ્રીને કેદ કરી હતી. રાજ્યવર્ધને માલવરાજની સેનાને તો જલદી વશ કરી દીધી, પરંતુ એ ગૌડરાજના છળકપટને ભોગ બન્યા. એ એની છાવણીમાં એકલો નિશસ્ત્ર ગમે ત્યારે એની હત્યા કરવામાં આવી. માળવામાં પહેલાં ઉત્તરકાલીન ગુપ્તવંશને મહાસેનગુપ્ત નામે રાજ રાજ્ય કરતો હતો. પ્રભાકરવર્ધનની માતા મહાસેનગુપ્તા એની બહેન લાગે છે. મહાસેનગુપ્તના પુત્ર કુમારગુપ્ત અને માધવગુપ્ત રાજ્યવર્ધન અને હર્ષવર્ધનના સાથી તરીકે થાણેશ્વર રહેતા. પ્રભાકરવર્ધનનું પાટનગર થાણેશ્વર હતું. ગ્રહવને મારનાર માલવરાજ એ હર્ષનાં દાનશાસનમાં રાજયવર્ધનના સંદર્ભમાં જણાવેલ દેવગુપ્ત લાગે છે. રાજ્યવર્ધને એને હરાવી કેદ કર્યો જણાય છે. ગૌડરાજ એ ગૌડદેશ(પશ્ચિમ બંગાળા)ને રાજા શશાંક છે. રાજ્યવર્ધનની હત્યા થતાં થાણેશ્વરના રાજ્યનાં સૂત્ર હશે હાથમાં લીધાં (ઈ. સ. ૬૦૬). એણે પહેલાં છ વર્ષમાં ઉત્તર ભારત તથા પૂર્વ ભારતના રાજાઓને વશ કર્યા.
હપે ભૂમિદાનમાં એક ગામનું દાન દીધું છે. એ ગામ અહિચ્છત્રા ભુતિના અંગદીય વિષયમાં આવેલું હતું. અહિચ્છત્રા એ ઉત્તર પંચાલ દેશનું પાટનગર હતું. એ ઉ. પ્ર. ના બરેલી જિલ્લાનું રામનગર છે. વિષય એ જિલ્લા જેવો વહીવટી વિભાગ છે. ભક્તિ એનાથી મોટે વહીવટી વિભાગ હતો. અંગદીય વિષયના વડા મથકનું સ્થાન ઓળખાયું નથી. પથક એ તાલુકા જેવો નાનો વહીવટી વિભાગ હતો. દાનમાં દીધેલા મર્કટસાગર ગામનું સ્થાન ઓળખાયું નથી.
દાનને લગતું આ રાજશાસન લાગતા-વળગતા અધિકારીઓને તથા એ ગામના નિવાસીઓને ઉદ્દેશીને લખાયું છે. મહાસામત અને મહારાજ એ ખંડિયા રાજાઓનાં બિરુદ છે. દસાધસાધનિક એટલે કટોકટીને લગતા અધિકારી. ૧ પ્રમાતાર એ રાજાને ન્યાયને લગતી બાબતોમાં સલાહ આપનાર અમાત્ય હતો, અર્થાત એ ન્યાય ખાતાને મુખ્ય અધિકારી હતા. રાજસ્થાનીય એ રાજ્યપાલ કે વિદેશમંત્રી જેવો ઉચ્ચ અધિકારી હતા.૩ કુમારામાત્ય એટલે કુમારને મંત્રી અથવા કુમાર કક્ષાને અમાત્ય.૪ ઉપરિક એ અદાલતી તેમ જ વહીવટી સત્તા ધરાવતા ઉચ્ચ અધિકારી હતો.૫ વિષયપતિ એટલે વિષય(જિલ્લા)ને વડે. ચાટ અને ભટ એ સૈનિક કે પોલીસના પ્રકાર લાગે છે?
ભૂમિદાનની સાથે અમુક મુક્તિઓ અને અધિકાર અપાતા. ઉદ્વેગ એટલે જમીનદાર પાસેથી વસૂલ કરવામાં આવતું ઊધડું અથવા ઉચક મહેસૂલ.૭ અમુક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org