________________
કેટલાંક મહત્ત્વનાં દાનશાસન
૨૭
મતીમાં ઉત્પન્ન, પરમ સૌગત (બૌદ્ધ), સુગત(બુદ્ધ)ની જેમ પરમાથ માં પરાયણ પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી રાજ્યવર્ધન;
જેણે શ્રી દેવગુપ્ત વગેરે સર્વ રાજાઓને યુદ્ધમાં, ચાક્ષુકના પ્રહારથી વિમુખ થયેલા તાફાની અશ્વાની જેમ, એકી સાથે વશ કર્યાં; જેણે શત્રુએનુ ઉન્મૂલન કરીને, પૃથ્વીને જીતીને, પ્રજાનુ પ્રિય કરીને, સત્યના અનુરાધથી શત્રુના ભવનમાં પ્રાણ તયા (૧).
<<
તેના અનુજ (નાના ભાઈ), તેના ચરણનું ધ્યાન ધરતા, પરમ માહેશ્વર, મહેશ્વર(મહાદેવ)ની જેમ સ` સત્ત્વ તરફ અનુકંપા રાખતા, પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી અહિચ્છત્રા ભુક્તિમાં અંગદીય વિષયના પશ્ચિમ પથકમાં આવેલા મક ટસાગર ગામમાં એકત્ર થયેલા મહાસામત, મહારાજ, દસ્સાધસાધનિક, પ્રમાતા, રાજસ્થાનીય, કુમારામાત્ય, ઉપરિક, વિષયપતિ, ભટ, ચાટ, સેવા વગેરેને તથા ત્યાં રહેતા જનપદાને આજ્ઞા કરે છે કે -
વિર્દિત થાવ કે ઉપર લખેલુ ગામ એની સીમા પર્યંત, ઉદ્દંગ સાથે, સવ રાજકુલને ન લાગે તેવા પ્રત્યાય (કર) સાથે, સર્વ પરિહારથી મુકત, વિષયથી છૂટા પડેલા પિંડવાળુ, પુત્રપૌત્રથી ભાગ્ય, ચંદ્ર સૂર્ય અને પૃથ્વીના જેટલા કાલ સુધીનુ, ભૂમિદ્ધિના ન્યાયે, મેં પિતા પરમભટ્ટારક મહારાજાધિરાજ શ્રી પ્રભાકરવનદેવના, માતા ભટ્ટારિકા મહાદેવી રાણી શ્રી યશામતીદેવીના અને જયેષ્ઠ ભ્રાતા પૂજ્ય પરમભટ્ટારકમહારાજાધિરાજ શ્રી રાજ્યવધ નદેવના પુણ્ય તથા યશની અભિવૃદ્ધિ માટે, ભરદ્રાજ ગાત્રના, (અનુક્રમે) બવૃચ અને છંદોગ શાખાના વેદાધ્યાયી ભટ્ટ બાલચંદ્ર અને ભટ્ટસ્વામીને પ્રતિગ્રહધમ થી અગ્રહારરૂપે આપ્યુ છે. આ જાણીને આપે એને મંજૂર કરવુ ને ત્યાં રહેતા જાનપદોએ પણ આજ્ઞા શ્રવણ કરી પાળવી અને યથાયાગ્ય તાળાય તેવા તેમ જ મપાય તેવા ભાગ ભાગ કર હિરણ્ય વગેરે વેરા તેઓને જ આપવા ને એમની સેવા ઉપસ્થિત કરવી.
“અમારા ઉદાર કુલક્રમને અનુસરતા તેમ જ અન્ય (રાજાએ)એ આ દાનને અનુમેાદન આપવું. દાન અને પરયશનુ પરિપાલન વીજળી અને પાણીના પરપાટા જેવી ચંચળ લક્ષ્મીનું ફળ છે (૨). કથી, મનથી (અને) વાણીથી પ્રાણીઓએ હિત કરવું. હર્ષે` આ અનુત્તમ ધ[પાજન કહ્યું છે.
અહીં દૂતક મહાપ્રમાતાર મહાસામત શ્રી સ્ક ંદગુપ્ત (છે). મહાક્ષપટલાધિકરણના અધિકારી, મહાસામત, મહારાજ ભાનુના આદેશથી ઈશ્ર્વરે આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org