________________
કેટલાક પ્રચીન સંસ્કૃત અભિલેખ
ર૭૧ (૨) સમુદ્રગુપ્ત દક્ષિણાપથના રાજાઓને સામંત બનાવી રહેવા દીધા, પરંતુ નજીકના આર્યાવર્તને રાજાઓનાં રાજ્ય ગુપ્ત રાજ્યમાં ભેળવી લીધાં. રુદ્રદેવ વાકાટક રાજા રુદ્રસેન ૧ લો હોવાનું સૂચવાયું છે, પણ, વાકાટકે તો વિદર્ભમાં હોઈ દક્ષિણાપથમાં ગણાય. મતિલ એ ઉ. પ્ર ના બુલંદશહર જિલ્લામાં મળેલી મુદ્રાને મત્તિલ હશે. ચંદ્રવર્મા એ પશ્ચિમ બંગાળાના બાંકુરા જિલ્લાના સુસુનિયા શિલાલેખમાં ૨૩ જણાવેલે ચંદ્રવર્મા હશે. ગણપતિનાગ અને નાગસેન નાગકુલના હતા. ગણપતિનાગના સિક્કા પવાયા(પદમાવતી)માં મળ્યા છે. હર્ષચરિતમાં પદ્માવતીમાં નાગસેનનું મૃત્યુ થયાનો ઉલ્લેખ આવે છે. આ બંને રાજા પદ્માવતીના હોય, તો સમદ્રગુપ્ત એ પૂર્વાપર રાજાઓ પર જુદાજુદા સમયે આક્રમણ કર્યું હશે. અચુતના સિકકા અહિચ્છત્રા(રામનગર, જિ. બરેલી, ઉ.પ્ર.)માં મળ્યા છે. આર્યાવર્ત એટલે ઉત્તર ભારત, હિમાલય અને વિંધ્યની તથા પૂર્વ સમુદ્ર અને પશ્ચિમસમુદ્રની વચ્ચેનો પ્રદેશ.૨૫
આમ સમુદ્રગુપ્ત દક્ષિણાપથ અને આર્યાવર્ત માટે જુદી જુદી નીતિ અખત્યાર કરી.
(૩) સર્વ આટવિક રાજાઓ પાસે પોતાનું સ્વામિત્વ સ્વીકારાવ્યું.
(૪) સમતટ (બંગલા દેશના દક્ષિણમાં આવેલા કેમિલાની આસપાસને સમુદ્રતટ પાસેને સમથલ પ્રદેશ), ડવાક (આસામના નવગેગ જિલ્લામાં), કામરૂપ (આસામને ગૌહાટી પ્રદેશ), નેપાલ, કર્તાપુર (જાલંધર-કુમાઉં–ગઢવાલ–રોહિલખંડ પ્રદેશ) વગેરે સીમાંત રાજ્યોના રાજાઓને વશ કર્યા.
(૫) માલવ (માળવાને મંદસોર વિભાગ), અજુનાયન (પંજાબ), યૌધેય (ભરતપુર, રાજસ્થાન), માકક (મદ્રદેશ–સિયાલકોટ, પશ્ચિમ પંજાબ), આભીર (અપરાંત પ્રદેશ), પ્રાજન (નરસિંગપુર જિલ્લે, મ.પ્ર.), સનકાનીક (પૂર્વ માળવા), કાક (સાંચી પ્રદેશ, મ.પ્ર.), ખરપરિક (મ.પ્ર.) વગેરે ગણતંત્ર ધરાવતી લડાયક પ્રજાઓને પણ વશ કરી.૨૬
(૬) એવી રીતે વિદેશી રાજવંશોને વંશ કર્યા. દેવપુત્ર-ષાહિ-વાહાનુપાહિ એ ઉત્તર પશ્ચિમના કુષાણ વંશના વંશજો હતા. શક મુરુડે (શક સ્વામીઓ) ઉત્તર તથા પશ્ચિમ ભારતના શક રાજાઓ લાગે છે.
() સિંહલદ્વીપ (સિલોન, શ્રીલંકા) વગેરે સર્વ દ્વીપના લોકોને વશ
ક્ય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org