________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
ર૭૭ સિદ્ધમ (સિદ્ધિ થાઓ). ભટ્ટારક (સ્વામી) મહારાજ રાજાધિરાજ શ્રી સમુદ્રગુપ્તના સપુત્ર ભટ્ટારક મહારાજ રાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્તના વિજયરાજ્યના વર્ષ પાંચમે (અંકે) ૫ કાલ(સંવત)ના વર્ષ એકસઠમે (અંકે) ૬૧ (આષાઢ માસે) પ્રથમે શુકલ પક્ષના દિવસે પંચમીએ–આ વિગતની તિથિએ ભગવાન કુશિકથી દસમા, ભગવાન પરાશરથી ચોથા, ભગવાન કપિલવિમલના શિષ્યના શિષ્ય અને ભગવાન ઉપમિતવિમલના શિષ્ય આય ઉદિતાચાર્યે પિતાના પુણ્યની અભિવૃદ્ધિ નિમિત્ત અને ગુરુઓની કીર્તિ અર્થે ઉપમિતેશ્વર અને કપિલેશ્વર નામે ગુરુ–મંદિરે ગુરુ(ની પ્રતિમા સહિત) સ્થાપ્યાં. આ ખ્યાતિ અર્થે અભિલિખિત કરાતું નથી.
માહેશ્વરને વિજ્ઞપ્તિ અને સંબોધન કરવામાં આવે છે ? યથાસમય આચાર્યોને પરિગ્રહ (થશે એમ માનીને નિઃશંક પૂજા-પુરસ્કારને પરિગ્રહથી પારિપાલ્ય કરે એવી વિજ્ઞપ્તિ છે. જે કીતિને અભિદ્રોહ કરે ને જે અભિલિખિત (કતરેલા)ને ઉપર નીચે કરે, તે પાંચ મહાપાતકો અને ઉપપાતકેથી યુક્ત થાય.
“અગ્રનાયક ભગવાન દંડ દંડ નિત્ય જય પામે છે.”
7212121 241 242 24 "Epigraphia Indica” 41 Vol. XXI Hi ડે. ભાંડારકરે સંપાદિત કર્યો છે (પૃ. ૮ થી).
લેખ સંસ્કૃત ભાષામાં છે, પણ એમાં પ્રાકૃતની છાંટ છે.
આ લેખ ચંદ્રગુપ્ત ૨ જાના સમયનો છે. વંશાવળી એના પિતા સમુદ્રગુપ્તથી જ આપી છે. બંને માટે “મહારાજાધિરાજ' ઉપરાંત “ભટ્ટારક” બિરુદ પ્રજાયું છે. લેખ સળંગ કાલ(સંવત)ને અર્થાત ગુપ્ત સંવતના વર્ષ ૬૧ નો છે. ત્યારે ઈ. સ. ૩૮૦ નો મે મહિને ચાલતો હતો. આષાઢ અધિક હતો. આ વર્ષે ચંદ્રગુપ્તના રાજ્યકાલનું વર્ષ પ ચાલતું હતું. આ પરથી એનું રાજ્યારોહણુ ગુ. સં. પ૭(ઈ. સ. ૩૭૬-૭૭)માં થયું હોવાનું માલૂમ પડે છે. ગુપ્ત સંવતનો આ સહુથી પ્રાચીન જ્ઞાત સમયનિર્દેશ છે ને એ ગુપ્ત સંવતની ઉત્પત્તિના પ્રશ્ન માટે ઉપયોગી નીવડી છે.
આ લેખનું બીજું મહત્ત્વ શૈવધર્મના ઈતિહાસમાં રહેલું છે. ઉદિતાચાર્ય નામે શિવ આચાર્યે પોતાના ગુરુ તથા વડગુના નામ પરથી ઉપમિતેશ્વર તથા
૧૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org