________________
૨૭૪
ભારતીય અભિલેખવિદ્યા
કપિલેશ્વર નામે શિવનાં મંદિર કરાવ્યાં ને એમાં એ ગુઓની પ્રતિમાઓ પણ રસ્થાપી. આ ઘટના સ્થાનિક અને તત્કાલીન મહત્ત્વની જ ગણાય, પરંતુ ઉદિતાચાર્યના ગુરુઓની વંશાવળીમાં ભગવાન કુશિકને ઉલ્લેખ કર્યો છે તે સવિશેષ મહત્ત્વ ધરાવે છે. આ કુશિક એ પ્રાયઃ પાશુપત સંપ્રદાયના પ્રવર્તક ભગવાન લકુલીશના ચાર પટ્ટશિષ્યોમાંના કુશિક છે. લકુલીશ શિવનો અવતાર ગણતા. એમનું સ્થાનક કાયાવરોહણ કહેવાતું ને ત્યાં એમણે કાયા (દેહ) સાથે (અવતારરૂપે) અવરોહણ કરેલું મનાતું. કાયાવરોહણ એ વડોદરા જિલ્લાનું કારવણ (કરજણ અને ડભોઈની વચ્ચે) છે, જ્યાં ભગવાન લકુલીશની પ્રતિમાવાળાં શિવલિંગ પૂજાય છે. એમના શિષ્ય શિકમાંથી કૌશિક શાખા પ્રવતી હતી. ઉદિતાચાર્ય (ઈ. સ. ૩૮૦) ગુરુશિષ્ય પરંપરામાં ભગવાન કુશિકથી દસમા હતા, એ પરથી કુશિકન તથા તેમના ગુરુ ભગવાન લકુલીશનો સમય અંદાજી શકાય છે. ભગવાન લકુલીશને આ હિસાબે ઈસ્વી બીજી સદીના પૂર્વાર્ધમાં મૂકી શકાય.૨૯
અહીં માહેશ્વરોને અર્થાત મહેશ્વર(મહાદેવ-શિવ)ના ઉપાસકોનો સ્પષ્ટ ઉલ્લેખ છે. શૈવ રાજાઓ “પરમ માહેશ્વર' કહેવાતા. જે ધર્મ– દાન કે પૂત કાર્યને લગતા રાજશાસનને ભંગ કરે, તેને પાંચ મહાપાતકે અને ઉપપાતક લાગે એવું મનાતું ને એનો ભંગ ન થાય માટે આ શિક્ષાના ભયનો ખાસ નિર્દેશ કરાતો. બ્રહ્મહત્યા, સુરાપાન, ચૌર્ય અને ગુરુપત્નીસમાગમ એ ચાર મહાપાતક ગણાતાં ને એ મહાપાતક કરનારને સંસર્ગ એ પાંચમું મહાપાતક ગણાતું.30
આમ આ અભિલેખ ગુપ્ત સંવત, ચંદ્રગુપ્ત ૨ જાનું રાજ્યારોહણ અને ભગવાન લકુલીશના સમયાંકન પર પ્રકાશ પાડે છે. ૪. સ્કંદગુપ્તને જૂનાગઢ શૈલલેખ, ગુ.સં. ૧૩૬, ૧૩૭ અને ૧૩૮ ૧- સિદ્ધમ્ છે.
श्रियमभिमतभोग्यां नैककालापनीतां त्रिदशपतिसुखार्थ यो बलेराजहार ।
कमलनिलयनायाः शाश्वतं धाम लक्ष्म्याः ૨. 8 ગતિ વિનિતાત્તેિવિંદપુરત્તનy : I [૧]
तदनु जयति शश्वत् श्रीपरिक्षिप्तवक्षाः स्वभुजजनितवीर्या राजराजाधिराजः । નરપતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org