________________
૨૫૮
ભારતીય અભિલેખવિદ્યા
એટલા પહોળા/અને પંચેતેર હાથ ઊંડા ગાબડા વડે સઘળું જળ નીસરી જતાં લગભગ વેરાન રણ જેવું, દુર્દશન(થઈ ગયું હતું.)
.. ને માટે મો રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રિય વૈશ્યપગુપ્ત કરાવ્યું હતું. તે અશોક મૌર્ય (માટે) યવનરાજ તુષા એ અહીં વહીવટ કરતો હતો ત્યારે, એને પ્રણાલીઓ (નહેરા) વડે અલંકૃત કર્યું હતું.
“તેણે રાજાને અનુરૂપ રચના કરાવી હતી. તે ગાબડામાં પ્રણાળી (નહેર) દેખાઈ | હતી ને વિસ્તૃત સેતુ....મહાક્ષત્રપ રુદ્રદામાએ હજાર વર્ષ લગી ગયો અને બ્રાહ્મણને
......ધમ અને કીતિની વૃદ્ધિ માટે, પોજન તેમ જ જાનપદ જનને કર, વિષ્ટિ/ ૧છે અને પ્રક્રિયા વડે પીંડ્યા વિના, પોતાના દેશમાંથી (કાઢેલા) ઘણા અઢળક ધન
વડે, બહુ લાંબો કાલ વિતાવ્યા વિના, લંબાઈ તથા પહોળાઈમાં ત્રણ ગણો વધારે દઢ સેતુ (બંધ) બાંધીને સવા તટે..વધારે સુદર્શન કરાવ્યું.
એ (રાજા) ગર્ભથી માંડીને રાજલક્ષ્મીની ધારણાનો સમુદિત ગુણ ધરાવતો હોઈ સર્વ વર્ણોએ એની પાસે જઈ રક્ષણ અથે એને પોતાના પતિ (સ્વામી) તરીકે પ્રસંદ કર્યો છે. તે | “પ્રાણરવાસ સુધી/મનુષ્યવધ ન કરવાની, સિવાય કે સંગ્રામમાં, એણે સાચી પ્રતિજ્ઞા લીધી છે. સામે આવેલા સદશ (સમોવડિયા) શત્રુઓને પ્રહાર કરવામાં નહિ ચૂકતે એ.કાર્ય (દયા) ધારણ કરે છે. જાતે પાસે આવેલા અને ચરણ–પ્રણામ (પાયલાગણું) કરતા જનોને આયુષ્ય અને શરણ આપે છે. એ દસ્યુ (લૂંટારૂ), વ્યાળ (સર્પ), મૃગ, (રાની પશુ), રોગ વગેરે વડે ઉપસર્ગ થયા વિનાનાં નગર, નિગમ (હાટ) અને/જનપદ જેમાં છે, પોતાના પરાક્રમથી પ્રાપ્ત થયા છે, જેની સર્વ પ્રજા અનુરકત છે કે જેમાં તેના પ્રભાવથી ધર્મ, અર્થ અને કામના વિષય યથાવત છે, તેવા પૂર્વ અને અપર(પશ્ચિમ) આકર-અવનિ, અનૂપ દેશ, સુરાષ્ટ્ર, ધબ્ર, મરુ, કચ્છ, સિંધુ, સૌવીર, કુફર, અપરાંત, નિષાદ વગેરે સમગ્ર વિષય(મુલકે)ને પતિ (સ્વામી) છે. સર્વ ક્ષત્રિયોમાં પ્રગટ થયેલા વીર’ શબ્દને લઈને ગર્વિષ્ઠ થઈ વશ ન થાય તેવા યૌધેનું એણે ભારે ઉત્સાહન (નાશ) કર્યું છે. દક્ષિણપથના સ્વામી શતકણિને બે વાર વગર બહાને હરાવીને, સંબંધનું દૂરપણું ન હોવાને લીધે, એણે એનો નાશ ન કરી યશ પ્રાપ્ત કર્યો છે...વિજય પ્રાપ્ત કર્યો છે. એ પદભ્રષ્ટ થયેલા રાજાઓને પ્રસ્થાપિત કરે છે. યથાર્થ હાથ ઉંચો કરીને એણે ધર્મને અનુરાગ પ્રાપ્ત કર્યો છે. શબ્દ-અર્થગાંધર્વ–ન્યાય વગેરે મટી વિદ્યાઓના પારણ ધારણ વિજ્ઞાન અને પ્રયોગથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org