________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
૨૬૧
આ ઉલ્લેખ પરથી મગધના મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત પિતાની સત્તા ] છેક સૌરાષ્ટ્ર સુધી પ્રવર્તાવી હોવાનું જાણવા મળે છે. વળી એના સમયના રાષ્ટ્રિય- (1 (રાજ્યપાલ) નું નામ જાણવા મળે છે.
ચંદ્રગુપ્તના પૌત્ર અશોક રાળના સમયમાં આ જળાશયમાં નહેરો કરાવવામાં આવી. એ સમયે તુષાફ નામે યવનરાજ રાજ્યપાલ તરીકે વહીવટ કરતો હતો. | | એનું નામ ઈરાની ભાષાનું છે. આથી એ ઈરાની જાતિનો હોય, તો એ યવન પ્રદેશ પર શાસન કરતો રાજા હતો એવું ફલિત થાય. સામંત રાજાઓ અધિપતિના સામ્રાજ્યમાં રાજ્યપાલ જેવા અધિકાર સંભાળતા.
અશોક મૌર્યની સત્તા અહીં પ્રવર્તતી તેનો પુરાવો તે અહીં કોતરાવેલી એના ધર્મલેખની નકલ પણ પૂરી પાડે છે, પરંતુ આ લેખમાંના ઉલ્લેખ પરથી એના સમયના રાજયપાલ વિશે જાણવા મળે છે,
મગધથી છેક સૌરાષ્ટ્ર જેટલા દૂર આવેલા પ્રાંતમાં પણ બંધ બંધાવ- | વામાં આવતો ને એમાંથી નહેરે કરાવવામાં આવતી એ હકીકત એ સમયની સુવિહિત રાજ્યવ્યવસ્થા સૂચવે છે. નહેરેની જોગવાઈ થતાં ગિરિનગરનું સુદર્શન તળાવ પીરજનેના વિહાર સ્થાન ઉપરાંત જાનપદ જનની નહેર માટેનું) ઉપયોગી જળાશય બન્યું હતું.
સુદર્શનનો સેતુ તૂટો મહાક્ષત્રપ રુદ્રદામાના સમયમાં. ત્યારે (શક સંવતનું) વર્ષ ૭૨, અર્થાત ઈ. સ. ૧૫૦ ચાલતું હતું. માગસર વદ પડવાનો દિવસ હતો. ત્યારે માસ પૂર્ણિમાન ગણાતા હોય, તો કટોબરના ઉત્તરાર્ધ, અને માસ અમાન ગણાતા હોય, તે નવેંબરનો ઉત્તરાર્ધ હતો.
માગસર મહિનામાં ય એ વર્ષે ત્યાં અતિવૃષ્ટિ થઈ. પૃથ્વી સમુદ્રાકાર થઈ ગઈ નદીઓમાં ભારે પૂર આવ્યાં. એમાં ભારે પવન ફૂંકાય. કુદરતમાં તથા નગરમાં ભારે હોનારત થઈ. બંધમાં મોટું ગાબડું પડયું ને જળાશય તળિયાઝટક ખાલીખમ થઈ ગયું. “સુદર્શન હતું તે હવે વેરાન રણ જેવું થઈ ગયું.
મહાક્ષત્રપ રુદ્રદામાની રાજધાની ઉજજનમાં હતી. આનર્ત–સુરાષ્ટ્ર વહીવટી દૃષ્ટિએ એક પ્રાંત ગણાતો. એનો રાજ્યપાલ સુવિશાખ પહલવ (પાર્થિયન) જાતિનો હતો. એણે સુદર્શનનો સેતુ સમરાવવા માટે મહાક્ષત્રપને વિનંતી કરી, પરંતુ આ વિનંતી પહેલાં નામંજૂર થઈ મહાક્ષત્રપના અતિસચિવો (સલાહકાર અમા) તથા કર્મસચિ(કાર્યપાલક અમાત્યો)એ એનો વિરોધ કર્યો, કેમ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org