________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
२६३ તરફ કારુણ્ય દર્શાવતો. શરણાગતને શરણ દેતો. એનું રાજ્ય ઘણું વિશાળ હતું. એમાં કયા પ્રદેશોને સમાવેશ થતો એ અહીં ગણાવ્યું છે. એની રાજધાની અવતિમાં હતી. આનર્ત–સુરાષ્ટ્રની જેમ આકર–અવતિનું એક સંયુક્ત એકમ ગણાતું. એના પૂર્વ અને પશ્ચિમ_એવા બે વિભાગ હતા. આકર એટલે પૂર્વ માળવા; એની રાજધાની વિદિશા હતી, અવંતી એટલે પશ્ચિમ માળવા; એની રાજધાની ઉજજયિની (ઉજજન) હતી. અનૂપ એટલે જલપ્રચુર પ્રદેશ. એ માહિષ્મતીની આસપાસનો પ્રદેશ હતો. માહિષ્મતી મધ્યપ્રદેશના નિમાડ જિલ્લામાં આવેલ મહેશ્વર નામે સ્થળ છે. કદાચ અહીં નીવૃત (પ્રદેશ) માં નિમાડનો અર્થ ઉદિષ્ટ હોય. તો અનૂપ–નીવૃતનું પણ સંયુકત એકમ હોય. આનર્ત એ ઉત્તર ગુજરાતનું નામ હતું. સૌરાષ્ટ્ર માટે પ્રાચીન કાળમાં “સુરાષ્ટ્ર શબ્દ પ્રયોજાતો. શ્વશ્વ એટલે સાબરકાંઠાના પ્રદેશ. મરદેશ એટલે મારવાડ. સિંધુ અને સૌવીર એ નીચલા સિંધુ-પ્રદેશના પશ્ચિમ અને પૂર્વ ભાગ હતા ? અથવા સિંધુદેશ એટલે સિંધ; અને સૌવીર એટલે એની ઉત્તરે કે ઉત્તરપૂર્વે આવેલે પ્રદેશ. ૧૨ કુકર એટલે ઉતર સૌરાષ્ટ્ર એવા કેટલાકે અર્થ કર્યો છે. ૧૩ પરંતુ એ પ્રદેશ ખરેખર રાજસ્થાનમાં કે મધ્યપ્રદેશના ઈદર વિભાગમાં આવ્યો લાગે છે. ૧૪ “અપરાંત” નામ ઘણું જુદાજુદા અર્થમાં પ્રજાતું. વિશાળ અર્થમાં નાસિકથી માંડીને અર્બદ (આબુ) સુધીના પશ્ચિમી પ્રદેશે “અપરાંત તરીકે ઓળખાતા; પછીના કાલમાં એમાંને છૂપુરક (સોપારા) પ્રદેશ (ઉત્તર કેકણ) અપરાંત” તરીકે ઓળખાવે. ઘણા વિદ્વાનોએ અહીં એને આ વિશિષ્ટ અર્થ ઘટાવ્યો છે. પરંતુ ડે ઉમાશંકર જોશીએ પુરાણમાં બંધ બેસતા એના વિવિધ અર્થોની વિશદ ચર્ચા કરતાં દર્શાવ્યું છે તેમ આ લેખમાં “અપરાંત’ નામ ત્રીજા અર્થમાં પ્રયોજાયું છે. ૧૫ કુકર એમના મતે વાયવ્ય પ્રદેશ છે ને અપરાંત એની પૂર્વે દક્ષિણ પંજાબને સ્પર્શતો પ્રદેશ છે, જે ઉત્તર-વાયવ્યમાં આવેલ છે. નિષાદ એ પશ્ચિમ વિંધ્ય–અરવલ્લીને આદિવાસી–પ્રદેશ છે.
યૌધે ભાવલપુર-ભરતપુર પ્રદેશમાં વસતા. એ લડાયક હતા. એમનું ગણરાજ્ય હતું. યૌધેય ગણના સિક્કા મળ્યા છે.
દક્ષિણાપથ એટલે દખ્ખણ. ત્યાં રાજા શતકર્ણિએ સાતવાહન વંશનો રાજ છે. સાતવાહન રાજા ગૌતમીપુત્ર શાતકણિએ ક્ષહરાત વંશને અંત આણું સુરાષ્ટ્ર, કુકુર, અપરાંત, અનૂપ અને આકર-અંવતિ જીતી લીધા હતા. ૧૬ ચષ્ટન-રુદ્રદામાએ આ પ્રદેશ પાછા મેળવ્યા લાગે છે. પરંતુ આ શાતકણિ એ ગૌતમીપુત્ર શાતકણિ ભાગ્યેજ હોઈ શકે. આ પ્રદેશ એના પુત્ર અને ઉત્તર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org