________________
૨૬૨
ભારતીય અભિલેખવિદ્યા
ધનું ગાબડું ઘણું મોટુ હતુ. પે કોણ સમરાવે? પ્રજામાં હાહાકાર થયા, કેમ કે સુદર્શન માત્ર રમણીય વિહારસ્થાન નહિ, કૃષિને આવશ્યક જળાશય પણ્ હતું. આખરે મહાક્ષત્રપે એને સમરાવ્યું. આ માટે એણે પ્રજા પર કાઈ નવેશ કર નાખ્યા નહિ, વિષ્ટિ (વે) કરાવી નહિ કે (કહેવાતા) સ્વૈચ્છિક ફાળા કરાવ્યા નહિ. પેાતાના કોશમાંથી અઢળક ધન ખચ્યું. વળી એ માટે ભારે સમય વિતાબ્યા નહિ. ચામાસું બેસતાં પહેલાં તેા જળાશય સમારાઈ ગયું લાગે છે. નવા સેતુની લંબાઈ-પહોળાઈ પણ વધારી; તે સેતુને અગાઉના કરતાં વધુ દૃઢ બનાવ્યો. આ બધું પાર પડયું.અમાત્ય સુવિશાખના સક્રિય પુરુષાને લઈ ને ને એમાં એણે તેા મહાક્ષત્રપનાં પુણ્ય અને યશમાં અભિવૃદ્ધિ કરી. સુદ ન તળાવ હવે અગાઉના કરતાંય વધુ સુદર્શન (દર્શનીય) બન્યું. હવે એ કેવી આબાદ સ્થિતિનાં રહેલુ છે એનું વર્ણન લેખના આરંભમાં કરેલું છે.
ભારતના પ્રાચીન જળાશય-સેતુના ઇતિહાસની દૃષ્ટિએ ય આ ધટના મહત્ત્વની ગણાય. ગુજરાતને તે આ સહુથી પ્રાચીન નાત જળાશય—સેતુ છે.
આ લેખની એક ખીજી વિશેષતા એ છે કે આ સ્થાનિક ઘટનાના વૃત્તના નિમિત્તે મહાક્ષત્રપ સ્વદામાની તથા અમાત્ય સુવિશાખની સુંદર પ્રશસ્તિ પણ આપવામાં આવી છે.
આ રાજવંશના સ્થાપક હતેા રાજા મહાક્ષત્રપ સ્વામી ચષ્ટન. એ પ્રાયઃ શક જાતિના હતા. એનેા (શક) વર્ષ ૧૧(ઈ. સ. ૮૯-૯૦)ના લેખ મળ્યા છે. એના ક્ષત્રપ તથા મહાક્ષત્રપ તરીકેના સિક્કા મળ્યા છે. ‘ક્ષત્રપ' શબ્દ પહેલાં રાજ્યપાલ માટે અને પછી ભૂપ માટે પણ પ્રયેાજાતા. ‘મહાક્ષત્રપ’ના અથ અહીં ‘મહારાજ’ જેવા થાય છે. મહાક્ષત્રપ પેાતાના મદદનીશ તરીકે ‘ક્ષત્રપ’ ની નિમણૂક કરતા. મહાક્ષત્રપની જેમ ક્ષત્રપને પણ પેાતાના નામે સિક્કા પડાવવાને અધિકાર રહેતા.
મહાક્ષત્રપ ચષ્ટનના તથા તેના પુત્ર ક્ષત્રપ જયદામાના સિક્કા મળ્યા છે. ક્ષત્રપ યદામા પિતાની હયાતીમાં અકાળ મૃત્યુ પામ્યા લાગે છે. એના પછી જયદામાને પુત્ર રુદ્રદામા ‘ક્ષત્રપ' નિમાયા. ચષ્ટન અને રુદ્રદામાના સંયુક્ત શાસન દરમ્યાનના (શક) વર્ષ પર(ઈ. સ. ૧૩૦)ના યપ્રિલેખ મળ્યા છે.૧૦ એ પછી થોડા વખતમાં રુદ્રદામા મહાક્ષત્રપ થયા લાગે છે.
આ લેખમાં એના સદગુણાની તથા એની રાજકીય અને સાંસ્કૃતિક સિદ્ધિઓની પ્રશસ્તિ કરેલી છે. એ સગ્રામ સિવાય અહિંસા-ધમ પાળતા હતા. શત્રુએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org