________________
૨૪૪
ભારતીય અભિલેખવિદ્યા (અંદરના ભાગ)વાળા સ્તંભ સ્થપાવે છે, વૈદૂર્ય અને નીલમણિ ભરેલી પાંચસે. ચિત્યયષ્ટિઓ કરાવે છે.
: “એ ક્ષેમરાજ, એ વૃદ્ધિરાજ, એ ભિક્ષુરાજ, ધર્મરાજ, કલ્યાણા(સુકૃતો) જેતે સાંભળો (અને) અનુભવતો ગુણવિશેષોથી કુશળ, સર્વ પાપડો(સંપ્રદાય)ને પૂજનાર, સર્વ દેવાલયને સમરાવનાર, જેનાં ચક્ર વાહન અને બલ (સૈન્ય) અપ્રતિહત છે, જે ચક્ર ધારણ કરે છે, જેનું ચક્ર રક્ષિત છે, જે ચક્ર પ્રવર્તાવે છે, રાજર્ષિવંશ(કે વસુ)ના કુલમાંથી નીકળેલો તે રાજા મહાવિજય શ્રી ખારવેલ છે.”
ઓરિસામાં ભુવનેશ્વર પાસે ઉદયગિરિ અને ખંડગિરિ નામે બે ડુંગર આવેલા છે. ઉદયગિરિમાં ઘણી અને ખંડગિરિમાં થોડી ગુફાઓ કંડારેલી છે. ઉદયગિરિ પરની એક ગુફાનું નામ “હાથીગુંફા” છે. એમાં એક બરડ શિલા ઉપર ૧૭ પંકિતનો આ પ્રાકૃત લેખ કતરેલો છે. એના કેટલાક અક્ષર ઉખડી ગયા છે ને કેટલાક ઘણું ઘસાઈ ગયા છે. આથી એના કેટલાક અક્ષરોના પાઠ વિશે જુદા જુદા તર્કવિતર્ક થયા છે. વળી એના કેટલાક શબ્દોના અર્થ માટે પણ જુિદા જુદા મત પ્રવર્તે છે.
આ ગુફાલેખ પ્રિન્સેપ, કનિંગહમ, મિત્ર, ભગવાનલાલ ઇંદ્રજી, પૂલર, ફલીટ, જયસ્વાલ, સ્ટેન કેનો, મુનિ જિનવિજયજી, બરુઆ વગેરે અનેક વિદ્વાનોએ વાંચ્યું છે. મુનિ જિનવિજયજીએ પ્રાચીન ગન ઍવસંપ્રદ નો પ્રથમ ભાગ આ મહત્ત્વના અભિલેખના પાઠ, ભાષાંતર અને વિવેચન પાછળ રેડ્યો છે. ડો. 24.324124 "Old Brahmi Inscriptions in the Udayagiri and Khandgiri Caves” માં આ અલિલેખના પાઠ તથા અર્થનું, એની સાથેના અન્ય નાના ગુફાલેખો સાથે, એથી ય વધુ વિસ્તૃત વિવેચન કર્યું છે. 80
આ લેખ અનેક રીતે મહત્ત્વનો છે.
અશકે કલિંગ દેશ છો તે પહેલાં ત્યાં નંદ વંશના રાજાઓનું શાસન પ્રવર્તતું હતું એવું એના બે ઉલેખો પરથી જાણવા મળે છેઃ (૧) નંદ રાજાએ અહીં નહેર કરાવેલી અને (૨) નંદ રાજા અહીંથી તીર્થંકરની મૂતિ મગધ લઈ ગયેલો. એ પછી કલિંગ દેશ સ્વતંત્ર થયો હશે, જેથી મગધના મૌય રાજા અશોકને એ જીતવાની જરૂર પડી. અશોક મૌર્યે સ્થાપેલી મગધ સામ્રાજ્યની સત્તા અહીં ક્યાં સુધી ટકી એ ચક્કસ કહેવું મુશ્કેલ છે, પરંતુ ખારવેલવાળા રાજવંશ ઈ પૂ. રજી-૧લી સદીમાં સત્તારૂઢ થયે હતો એટલું જાણવા મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org