________________
મહત્વના પ્રાકૃત અભિલેખ
૨૪ કલિંગમાં આ રાજવંશ થયો ને એ વંશમાં ખારવેલ જેવો ઉદાત્ત અને ઉદાર રાજવી થયો એ આ અભિલેખ પરથી જાણવા મળ્યું છે.
આ લેખમાં ખારવેલની કુમાર–અવસ્થા, વિદ્યા-ઉપાર્જન, યૌવરાજ્ય, મહારાજાભિષેક અને એ પછીના એકેક વર્ષના મહત્ત્વના કાર્યની નોંધ આપવામાં આવી છે. ખારવેલ રાજાએ પોતાના રાજ્યકાલના (તેરમા કે) ચૌદમા વર્ષે જેન શ્રમણો માટે કુમારી પર્વત પર ગુફા કરાવી એ આ અભિલેખનો મુખ્ય વિષય છે. છતાં આ લેખ એ રાજાની સમસ્ત કારકિર્દીનો વર્ષવાર પદ્ધતિસર વૃત્તાંત આપે છે એ એની વિશેષતા છે.
બૌદ્ધ ભિક્ષુઓ માટે ગુફાઓ કરાવ્યાના અનેક અભિલેખ મળ્યા છે. પરંતુ જેને સાધુઓ માટે ગુફાઓ કરાવ્યાના લેખ સરખામણીએ ઓછા મળ્યા છે. આથી જૈન ધર્મના ઇતિહાસની દષ્ટિએ પણ આ લેખ મહત્ત્વનું છે. જેમ બૌદ્ધ ધર્મને અશોક મૌર્યને ને આગળ જતાં કુષાણ રાજા કનિષ્ક ૧ લાને મેટો આશ્રય મળે હતો તેમ જૈન ધર્મને કલિંગના રાજા ખારવેલને આવો આશ્રય મળ્યો હતો એ નોંધપાત્ર ગણાય.
- રાજા ખારવેલની રાજકીય કારકિર્દીની ઘણું અગત્યની માહિતી અહીં વર્ષવાર નિરૂપવામાં આવી છે. એવી રીતે પ્રજાના સાંસ્કૃતિક અભ્યદયમાં પણ એ રાજાએ જે વિવિધ પ્રદાન કરેલાં તેનો ય અહીં વર્ષવાર વૃત્તાંત આપવામાં આવ્યું છે. વળી ખારવેલ અંગત રીતે અમુક સંપ્રદાયનો પ્રોત્સાહક હોવા છતાં સવ સંપ્રદાયને આદર કરતો એ ઉલ્લેખ દ્વારા અશોકની જેમ ખારવેલમાં પણ વિશાળ ધર્મદષ્ટિ હોવાનું માલૂમ પડે છે.
સાંસ્કૃતિક બાબતોમાં એ સમયના શિક્ષણના વિષ, નગર–સ્થાપત્યના વિવિધ પ્રકારો પ્રજાના મનોરંજનનાં વિવિધ સાધને, નગરની આર્થિક જરૂરિયાતો, રાજપ્રાસાદની ભવ્યતા, કલિંગના આ રાજવંશમાં પ્રવર્તતી સંયુકત શાસનપ્રથા, જૈન ધર્મના સ્થાપત્યના પ્રચલિત પ્રકાર, આદર્શ અને પ્રતાપી રાજાનાં લક્ષણો ઈત્યાદિ અનેક બાબતો વિશે ઉપયોગી માહિતી મળે છે.
જે ધર્મને લગતા આ સાંપ્રદાયિક લેખન આરંભ “અહંતને નમસ્કાર અને “સર્વ સિદ્ધોને નમસ્કાર’ એવાં મંગલ વાક્યોથી થયે છે.
મહામેઘવાહન' એ સાતવાહન જેવું કુલ–નામ ૧ લાગે છે. મેઘ (વાદળ) એ ઈંદ્રનું વાહન હોઈ મહા-મેઘવાહન એટલે મહા-ઈન્દ્ર (મહેન્દ્ર) એવો અર્થ થાય. અથવા મધ જેવું વાહન” એટલે ગજ એવો અર્થ પણ હોઈ શકે ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org