________________
સમયનિર્દેશની જુદીજુદી પદ્ધતિ
૧૫૫
શુગકાલીન એસનગર સ્ત ંભલેખમાં પણ રાળ કૌસીપુત્ર ભાગલના ચૌદમા વર્ષે તક્ષશિલાના યવનદૂત હેલિયેાદારે વાસુદેવને ગરુડધ્વજ કરાવ્યાનું જણાવ્યું છે.
સાતવાહન વંશના ગુફાલેખામાં પણ સમયનિર્દેશ તે તે રાજાના રાજ્યકાલનાં વર્ષામાં કરવામાં આવ્યા છે, જેમ કે ગૌતમીપુત્ર શાતકણિના સંવત્સર (વ) ૧૮ માં કે ૨૪ માં અથવા વાસિષ્મીપુત્ર પુછુમાવિના સંવત્સર ૭ માં, ૧૯ માં, ૨૨માં કે ૨૪ માં.૯ વળી એમાં વર્ષા, ગ્રીષ્મ અને હેમંત એ ત્રણ ઋતુઓનો, એની અંદરના પક્ષ(પખવાડિયા)ના સંખ્યાંકને અને પક્ષની અંદરના દિવસને ય નિર્દેશ . કરવામાં આવેલે છે. પક્ષના સંખ્યાંકમાં પાંચના ય સમાવેશ થતા હેઈ આ ઋતુએ ચાર પક્ષેાની નહિ, પણ આઠે પક્ષની ગણાતી હાવાનુ માલ્મ પડે છે.૧૦ આથી અહી વસંતનેા સમાવેશ ગ્રીષ્મમાં શરદી વર્ષામાં અને શિશિરના હેંમતમાં થતા એવું ફલિત થાય છે.
કલિંગના રાજા ખારવેલના હાથીગુફા લેખમાં રાજ્યાભિષેક પછીના ૧ લા વર્ષોથી ૧૩ મા વષઁ સુધીનાં વર્ષોંના નિર્દેશ કર્યો છે. ૧૧ નાગાજી નીકેાંડ(આંધ્ર પ્રદેશ)ના પ્રાચીન લેખેામાં પણ રાજ્યકાલનાં વર્ષ આપેલાં છે.૧૨ દૃણ રાજા તારમાણ અને મિહિરકુલના સમયના લેખેામાં પણ સમયનિર્દેશ એ રીતે કરેલા છે. ૧૩ વિદર્ભના વાકાટક વંશનાં દાનશાસનેામાં રાજ્યકાલના સંવત્સર (વ) ઉપરાંત ઋતુ કે માસ, પક્ષ અને દિવસની વિગત આપી છે.૧૪ એમાં શરૂઆતમાં ઋતુ જણાવતા, તેને બદલે પછી કાર્ત્તિક અને જયેષ્ડ જેવા માસ જણાવ્યા છે; ને એની સાથે પક્ષને સંખ્યાંક નહિ પણ એનુ નામ (દા. ત. શુકલ) આપ્યું છે.
પલ્લવ વંશનાં દાનશાસનેામાં પણ સંવત્સર ઉપરાંત શરૂઆતમાં ઋતુ, પક્ષ અને દિવસ અને આગળ જતાં માસ, પક્ષ અને તિથિ જણાવેલ છે.૧૫
વિદેશી રાજવંશે પૈકી ભારતીય-યવન વંશના લેખામાં જૂજ સમયનિર્દેશ મળ્યા છે. ૧૬ પરંતુ એમાં પણ રાજ્યકાલનાં વર્ષ પ્રાજાયાં છે. આ રાજાએ જે દેશમાંથી અહીં આવેલા તે દેશમાં૧૭ તેા ઈ. પૂ. ૩૧૨ માં શરૂ થયેલા સેલ્યુકિડ સંવત પ્રચલિત હતેા. છતાં અહીં તેઓએ એ સળગ સંવત પ્રયેાજ્યા નહિ એ અસામાન્ય ગણાય. તેમેને સીરિયાના સેલ્યુડિ વંશ સાથે શત્રુભાવ હતા, તેથી તેઓએ એ સંવતને અડી તિલાંજલિ આપ્યું હશે ? ૧૮ પલવ રાજ્યની જેમ બાલિક રાજ્યમાં પેાતાને નવા સંવત પ્રચલિત થયા હશે, પરંતુ રાજકુલની આંતરિક ખટપટને લઈને લાંખે વખત ચાલ્યેા નહિ હોય. ૧૯ ભારતીય-યવન લેખામાં વર્ષ પછી માસ અને દિવસ જણાવ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org