________________
શર
ભારતીય અભિલેખવિદ્યા અને ઈ. સ. ના વર્ષમાં એટલે નાને ફરક રહે છે કે છેક ૩૩૨૦ વર્ષે માત્ર ૧ દિવસ વધી જાય.૧૦૯
ઈસવી સનને આરંભ ઈસુ ખ્રિસ્તના જન્મવર્ષથી થયો હોય એ રીતે ગણા, પરંતુ અર્વાચીન સંશોધન પરથી માલૂમ પડયું છે કે ઈસુને જન્મ ઈસ. ના વર્ષ ૧ ની પહેલાં કથાથી ૮ મા વર્ષે થયે હતો;૧ ૧૦ નિસિઅસની ગણતરીમાં હવે આટલી કસર રહેલી જણાઈ છે.
ડાયનિસિયસના સમયમાં (૬ ઠ્ઠી સદીમાં) ઈ. સ. ના વર્ષનો આરંભ ૨૫ મી માર્ચથી થતો. અસલ રોમન વર્ષમાં માર્ચ મહિને પહેલે ગણાતો. પાંચમા માસનું નામ કિંકિટલિસ” (પંચમ) હતું, તેને બદલે જુલિયસ “જુલાઈ રાખ્યું. ૬ ઠ્ઠા માસનું નામ “સેકસ્ટાઇલિસ” (ષષ્ઠ) હતું, તેને બદલે ઑગસ્ટસે “ગસ્ટ” કર્યું. “સપ્ટેબર’, ‘ઓકટોબર”, “નવેંબર’, અને “ડિસેમ્બરમાં અનુક્રમે સપ્તમ, અષ્ટમ, નવમ અને દશમને મૂળ અર્થ સચવાઈ રહ્યો છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી આગળ જતાં ઉમેરાયા હતા.
ઇંગ્લેન્ડમાં ૭ મી સદીથી નાતાલના દિવસ(૨૫મી ડિસેંબર) થી વર્ષનો આરંભ ગણાત, પણ ૧૨ મી સદીથી ત્યાં પણ એ ૨૫ ની માર્ચથો ગણાય. ફ્રાન્સમાં વર્ષને આરંભ ઈ. સ. ૧૬૬૩ થી ૧ લી જાન્યુઆરીએ ગણાતો. ૧૭૫૨ માં પિપ ગ્રેગોરીએ વર્ષને આરંભ ૧ લી જાન્યુઆરીથી ગણવાનું ફરમાવ્યું ત્યારથી વહેલામોડા સર્વ ખ્રિસ્ત દેશોમાં વર્ષને આરંભ એ દિવસથી ગણા ૧૧૧
ઈસવી સનમાં સૌર વર્ષની ગણતરીને ઘણું સચોટ અને સૂક્ષ્મ બનાવી છે. પરંતુ એમાં માસના દિવસોની સંખ્યા કૃત્રિમ અને આડીઅવળી છે. સૌર વર્ષના પાંચ માસ ઉનાળામાં સળંગ ૩૧-૩૧ દિવસના અને બાકીના સાત માસ ૩૦-૩૦ દિવસના ગણવામાં આવે તો સરળતા રહે. “જગત પંચાંગ” (World Calendar)ની યેજનામાં આવો સુધારો સૂચવાય છે. રાષ્ટ્રિય પંચાંગ
આમ ભારતમાં જુદા જુદા પ્રદેશમાં અનેક જુદાજુદા સંવત ચાલે છે ને એમ વર્ષ તથા માસ ગણવાની પણ જુદીજુદી પદ્ધતિઓ પ્રવર્તે છે. આથી આઝાદી પછી ભારત સરકારે આ બધી પદ્ધતિઓ પરથી આખા દેશ માટે અમુક એકસરખી પદ્ધતિ સૂચવવા ૧૯૫૨ માં નિષ્ણાતોની સમિતિ નીમી ને એ સમિતિની ભલામણ અનુસાર સરકારે એ પદ્ધતિને આરંભ ૧૯૫૭ થી કર્યો છે. ૧ ૧ ૨ આ પદ્ધતિની કાલગણનાને “રાષ્ટ્રિય પંચાંગ” (National Calendar) કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org