________________
૨૩૨
ભારતીય અભિલેખવિદ્યા
થઈ ને લાખા માણસ કેદ પકડાયાં. યુદ્ધના આ કરુણ અંજામે અશોકના અંતરમાં પશ્ચાત્તાપની લાગણી જન્માવી તે એણે યુદ્ધની નીતિને તિલાંજલિ આપી ધર્મ-ભાવના કેળવી. યુદ્ધમાં સૈનિકોને કારાગાર કે વધના અંજામ ભાગવવા પડે એ સ્વાભાવિક છે, પરંતુ જે ધાર્મિક વૃત્તિ અને ધાર્મિક આચરણ ધરાવે છે તે લોકોને પણ એનાથી દુ;ખ પહેાંચે છે. બંધન, વધ કે મૃત્યુ પામનાર સૈનિકોમાં તેઓના કોઈ ને કોઈ સ્વજન હોય છે, તેથી તેએના દિલને પણ દુ:ખ થાય છે. તે કોઈ ને કોઈ સંપ્રદાયના અનુયાયીઓ–બ્રાહ્મણા અને શ્રમણા તે દરેક પ્રદેશમાં હતા જ, સિવાય કે અશેાકના વિશાળ રાજયની ઉત્તરપશ્ચિમ સીમા પાસે આવેલા યવન દેશમાં ૧૯ આથી આવા ધાર્મિક જતાની લાગણી દુભાય તેવુ યુદ્ધ કરાય નહિ. કલિંગમાં આટલી બધી ખુવારી થઈ ત્યારે એ યુદ્ધ સમયે અશેકને આ દષ્ટિ ખૂલી નહાતી પરતુ હવે આ દૃષ્ટિ ખૂલતાં એને એના કરતાં સામા કે હજારમા ભાગની ખુવારી થાય તે તેટલી ખુવારી પણ ઘણી દુ: ખદાયી લાગે છે.
તે જિતેલે। કલિંગ દેશ મુક્ત કરી દેવા ? ના, અશોકે એવુ કાંઈ કર્યુ નથી. કલિંગમાં તે અટવી હતી તે ત્યાંના લેાકેા હજી કંઈ ને કંઈ ર ંજાડ કરતા હતા. તેઓને પહેલાં સામ–નીતિથી સમજાવવામાં આવતા. તેનાં તાફાનાની બાબતમાં જેટલુ માફ કરી શકાય તેટલું માફ કરવામાં આવતું. પરંતુ એના અથ એવા નહેતા કે મૌય સમ્રાટ તાકાનીઓને કાંઈ કરશે જ નહિ અને તાકાને માટે છૂટા દેર લેવા દેશે. ખરી રીતે એ લાકોએ સમજીને પોતાનાં અપમૃત્યુ માટે શરમાવું જોઈ એ ને તેાફાન કરવાનુ છેાડી દેવુ જોઇ એ. છતાં તેને રાજાને પ્રતાપ પણ બતાવવા જોઈ એ, જેથી તેએના પર રાજાની ધાક રહે. આમ અશાકે તાફાની તત્ત્વા અ ંગે ઉદાર નીતિ અપનાવી, પરંતુ જરૂર પડતાં એ દાબ રાખવાનું ચૂકતા નહિ. અશાકે બને ત્યાં સુધી અહિંસાની નીતિ અપનાવી, પરંતુ રાજનીતિમાં અહિંસાને ય મર્યાદા હતી.
ખરી રીતે ધ વિજય એ જ ખરે। વિજય છે. ધર્મવિજય એટલે ધાર્મિક વિજય, ન્યાયી વિજય એવા અર્થે અહીં ઉદ્દિષ્ટ નથી. લોકોના હૃદય પર રાજાની ધમભાવનાને વિજય થાય તે લેાકેા એને ધર્માંપદેશ ગ્રહણ કરી એની ધમભાવનાને આચરણમાં અંગીકાર કરે એનું નામ ધર્મવિજય. આ વિજય પ્રીતિરસથી ભરેલે હેાય છે. આ વિજય હિંસા કે દમન દ્વારા નહિ. પણ પ્રીતિ દ્વારા પ્રાપ્ત કરાય છે. અલબત્ત એમાં પ્રીતિ ય ગણ છે; એ કઈ સાધ્ય કે મુખ્ય સાધન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org