________________
મહત્ત્વના પ્રાકૃત અભિલેખ
૨૩યા અશોકના આ લેખમાં થયેલા આ પ્રાસંગિક ઉલલેખ પરથી એને પશ્ચિમ એશિયા, ગ્રીસ અને મકદુનિયા તેમજ ઉત્તર આફ્રિકાનાં ગ્રીક રાજ્યો સાથે સીધે સંબંધ હોવાનું સ્પષ્ટ થાય છે.
આમ આ શિલાલેખ અનેક રીતે મહત્ત્વ છે. એમાં અશોકના હદયપલટાનું કારણ, યુદ્ધની બાબતમાં એની નવી નીતિ, તોફાની તત્તવો તરફનું એનું વ્યાવહારિક વલણ, ધર્મ માટેની તેની તમન્ના, એના સંપર્કનાં દેશ-વિદેશનાં રાજ્ય, એના રાજ્યના સરહદી પ્રાંતો તથા એણે પોતાના રાજ્યમાં તથા અન્ય રાજ્યમાં કરાવેલા ધર્માનુશાસન (ધર્મોપદેશ) વિશે ઘણું ઉપયોગી માહિતી. મળે છે.
૪. અશાકને તંભલેખ નં. ૨ १. देवानंपिये पियदसि लाज ૨. દેવં માદા [1] બંને સાધુ [1] લિયે ૩ ધંમે ત [] ગવાસિને ટુ-વચાને . ને સર્વે સોળે [i] ચતુરાને પિ મે વસુવિષે વિંને [1] સુપર – ४. चतुपदेसु पखि-वालिचलेसु विविधे मे अनुगहे कटे आ पान - ५. दाखिनाये [1] अनानि पि च मे बहूनि कयानानि कटानि [1] एताये मे. ६. अठाये इयं धमलिपि लिखापिता देवं अनुपहिपजंतु चिलं७. थितिका च होतू ती ति [1] ये च हेवं संपटि जीसति से सुकटं कंछती તિ [1]
હરી-ટોપર. “દેવોનો પ્રિય પ્રિયદર્શી રાજા આમ કહે છે- ધર્મ સારે છે. પણ ધમ કેવો છે? આસિનવ,૨૮ બહુ કલ્યાણ, દયા, દાન, સત્ય (અને). શૌચ (શુચિતા અર્થાત શુદ્ધતા). મેં ચક્ષુનું દાન પણ બહુ પ્રકારનું દીધું છે. બે પગાં અને ચોપગાં વિશે (તેમ જ) પક્ષીઓ અને જલચરો વિશે મેં વિવિધ અનુગ્રહ કર્યો છે, પ્રાણ-દાક્ષિણ્ય સુધી. મેં બીજાં પણ બહુ કલ્યાણ કર્યા છે. આ હેતુ માટે મેં આ ધર્મલિપિ (ધર્મલેખ) લખાવી છે, કે (લેકી) એને અનુવ અને એ લાંબો સમય ટકે. જે આમ સારી રીતે અનુવર્તશે તે સુકૃત
કરશે.”
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org