________________
૨૨૮
ભારતીય અભિલેખવિદ્યા
! નિંદા કરતા હોય છે. આમ કરવાથી હું પિતાના સંપ્રદાયને દીપાવું છું એમ માને છે, પરંતુ ખરેખર તો એ એને ઘણી હાનિ કરે છે.
તે શું કરવું ? પરસંપ્રદાયના દૂષણ અંગે મૌન સેવવું? હા, વિના કારણે એની કંઈ નિંદા ન કરવી; ને કદી કંઈ કારણ આવી પડે, ત્યારે એની નિંદા ઓછામાં ઓછી કરવી. આ બાબતમાં બને તેટલે વાણીનો સંયમ રાખવો.
આ થયું સહિષ્ણુતાનું અભાવાત્મક વલણ. એ પૂરતું નથી. અશોક તો ઈચ્છે છે કે પરસંપ્રદાયની સર્વ પ્રકારે પ્રશંસા કરવી. ખરી વાત એ છે કે સંપ્રદાયના અનુયાયીઓ પર સંપ્રદાય વિશે પૂરતી ને ખરી માહિતી ધરાવતા નથી ને માત્ર પૂર્વગ્રહ સેવ્યા કરે છે. આથી દરેક સંપ્રદાયે એ બાબતમાં બહુશ્રુત બનવાની જરૂર છે. જે સર્વ સંપ્રદાયે વિશે જાણકારી ધરાવે છે ને ઉદાર દષ્ટિ રાખે છે, તે તે ઊલટું પસંપ્રદાયની પણ પ્રશંસા કરે છે. એમ કરવાથી એ પિતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા વધારે છે ને પરસંપ્રદાયને પણ લાભ કરે છે. આ રીતે સર્વ સંપ્રદાયની ઉન્નતિ થઈ શકે.
આ ઉદાર વલણ દ્વારા પોતાના સંપ્રદાયની અભિવૃદ્ધિ થાય છે ને ધર્મને અભ્યદય થાય છે.
અગાઉ આય, વ્યય, સૈન્ય, ન્યાય ઈત્યાદિ અનેક વિષને લગતાં અધિકરણ (ખાતાં હતાં ને એ દરેક અધિકરણ માટે મહામાત્ર નિમાતા. પરંતુ ધર્મનું અધિકરણ નહોતું. અશોકે રાજ્યાભિષેકને તેર વર્ષ થયાં ત્યારે ધમ–મહામાત્રોની નિમણૂક કરી હતી.૧૪ એ મહામાત્રો સવ સંપ્રદાયના અનુયાયીઓનાં હિતસુખ માટે ધ્યાન રાખતા. એવી રીતે સ્ત્રીઓના હિતસુખનું ધ્યાન રાખવા સ્ત્રી–અધ્યક્ષ રૂ૫ મહામાત્ર નિમાતા. વ્રજ અર્થાત ગાયો, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે ઢોરનું ધ્યાન રાખવા માટે પણ મહામાત્ર હતા, તે “વ્રજભૂમિક’ કહેવાતા.૧૫ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગ–અધ્યક્ષની ફરજો જણાવી છે, તે આ અધિકારીઓને લાગુ પડે. એવી રીતે રાજપુરુષો(અધિકારીઓ)ને બીજે પણ નિકાય (સમૂહ) હતો. આ સર્વ પ્રકારના અધિકારીઓએ સંપ્રદાયોની સારવૃદ્ધિ અર્થાત ઉન્નતિ થાય તેનું ધ્યાન રાખવાનું હતું.
આમ આ લેખ પરથી ધર્મસંપ્રદાયોની બાબતમાં રહેલી અશોકની વિશાળ, દષ્ટિ, એ દષ્ટિને પ્રજાજનોમાં પ્રસારવા માટે એણે લીધેલા ઉપાયો ને એના સમયના કેટલાક અધિકારી-વર્ગો વિશે ઉપયોગી માહિતી મળે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org