________________
૧૭૧
અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત આવેલે, પરંતુ ગણતંત્રમાં ગણમુખ્ય કરતાં સમસ્ત ગણનું મહત્વ રહેલું હોઈ એ સંવત માલવગણના નામે ઓળખાય; આ વિજય વડે સુખ અને સમૃદ્ધિને કાલ શરૂ થયો હેઈ શરૂઆતમાં એને આલંકારિક રીતે “કૃત’(સત્ય) કાલ(યુગ) ગણવામાં આવ્યો પરંતુ અવંતિમાં ફરી શકનું શાસન પ્રત્યે ને એ લાંબે સમય ચાલુ રહ્યું, આથી આગળ જતાં “કૃત’ નામ લુપ્ત થયું પણ “માલવગણું નામ ચાલુ રહ્યું; ગુપ્ત સમ્રાટોએ ગણતંત્રોને નાશ કર્યો ને માલવદેશમાં પિતાનું શાસન પ્રવર્તાવ્યું ત્યારે પણ માલવ પ્રજાએ પિતાનો આ જૂનો સંવત ચાલુ રાખ્યો; પરંતુ આઠમી-નવમી સદીમાં ભારતીય પ્રજામાં ગણતંત્રની વિભાવના સમૂળી વિસ્મૃત થઈ ગઈને રાજતંત્રમાં વ્યક્તિનો મહિમા પ્રત્યે ત્યારે માલવગણના સ્થાને માલવ પ્રજાના ગણુમુખ્ય વિક્રમાદિત્યનું નામ પ્રચલિત થયું ને માલવગણ સંવત વિક્રમાદિત્યના નામે ઓળખાય
આમ અહીં કૃત, માલવગણ અને વિક્રમ એ ત્રણેય નામોને મેળ મેળવવામાં આવ્યો છે એટલું જ નહિ, આ સંવત ઈ પૂ. ૧ લી સદીમાં ઉજનમાં શરૂ થયેલે ને એ સંવતને માલવ પ્રજા દ્વારા જ આ જુદાં જુદાં નામ મળ્યા કર્યા એવું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
શક-પહલવ રાજ્યના અભિલેખોમાં આપેલાં વર્ષોને ડૉ. પાંડેય આ સંવતનાં માનતા નથી, પરંતુ પ્રાચીન શક સંવતનાં માને છે. જૈન અનુકૃતિ અનુસાર જુલમી ગઈભિલ રાજા પર આક્રમણ કરી શકોએ ઉજજનનું રાજય લઈ લીધું હતું ને ત્યાર પછી ૧૪ કે આ વર્ષે વિક્રમાદિત્યે એ શકોને હાંકી કાઢયા હતા. ડો. પાંડેય આ અનુશ્રુતિ અનુસાર ઈ. પૂ. ૭૧ કે ૬૧ માં શકેએ ઉજજન લીધું ત્યારે તેઓએ તેની યાદગીરીમાં એક સંવત શરૂ કરેલો એવું ધારીને શક–પદ્દલવ અભિલેખોનાં વર્ષ એ સંવતનાં ગણે છે ને એ સંવતને પ્રાચીન શક સંવત તરીકે ઓળખાવે છે. ૧૪ આ સંવત શરૂ કર્યા પછી શકેએ ઉજન ગુમાવ્યું પણ તેઓની એક શાખાએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં એ સંવત ચાલુ રાખ્યો, એ સંવત શક–પલવ રાજાઓએ અપનાવ્યો ને એ કનિષ્ક ૧લાના રાજ્યકાલના આરંભ સુધી ચાલ્યો એવું એ ઘટાવે છે. ૧૫
ડે. પાંડેયના મંતવ્યમાં ભારતીય અનુભૂતિનો સુમેળ સાધવામાં આવ્યો છે, પરંતુ એ માટે વધુ ગૃહીતો પર આધાર રાખવો પડે છે. | વિક્રમ સંવતનાં વર્ષ ઉત્તર ભારતમાં ચિત્રાદિ અને ગુજરાતમાં કાત્તિ કાદિ ગણાય છે. વિક્રમ સંવતના ચિત્રાદિ વર્ષ અને ઈસવી સનના વર્ષ વચ્ચે ચિત્ર સુદ ૧ થી ડિસેમ્બરની ૩૧ મી (જે લગભગ પિષ માસમાં આવે છે) સુધી અર્થાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org