________________
અભિલેખામાં પ્રાજાયેલા સવત
૧૮૫
સપ્તષિ સંવતનાં વ રૌત્રાદિ છે તે એના માસ પૂર્ણિમાન્ત છે. એનાં વર્ષી પ્રાય ‘વર્તમાન' ગણાય છે. હાલ આ સંવતના ઉપયાગ કાશ્મીર અને એની આસપાસના પહાડી પ્રદેશેામાં સીમિત થયા છે.
ગ્રહપરિવૃત્તિ સવત્સરચક્ર
આ ૯૦ વર્ષોંનું ચક્ર છે એને આરભ ઈ. પૂ. ૨૪માં થયેા મનાય છે,૭૪ પરંતુ એની એટલી પ્રાચીનતાને કોઈ પુરાવા મળ્યા નથી. સપ્તષિ સ ંવતનાં વર્ષાની જેમ આ સ ંવત્સરેાની સ ંખ્યામાં શતકના અંક છેડી દેવામાં આવે છે ને ૯૦ વર્ષ પૂરાં થતાં ફરી ૧ થી ગણવામાં આવે છે.
આ સંવત ખાસ કરીને તમિળનાડુ રાજ્યના મદુરાઇ જિલ્લામાં પ્રચલિત છે.
*
એવી રીતે આ સમય દરમ્યાન પુરાતન ઘટનાના સમયથી શરૂ થયા ગણાતા કેટલાક પૌરાણિક કે સાંપ્રદાયિક સંવત પ્રચલિત થયા :
કલિયુગ સવત
*
જયોતિષના ગ્રંથામાં તથા પંચાંગામાં કલિયુગ સંવતનાં વધુ આપવામાં આવે છે.૭પ એના આરંભ ઈ. પૂ. ૩૧૦૨ માં થયા મનાય છે. પરંતુ આ સંવતના ઉલ્લેખ ઈ.સ.ની આરભિક સદીઓથી થયા છે. કલિયુગ સંવત અને શક સંવતનાં વર્ષો વચ્ચે ૩૧૭૯ વર્ષના તફાવત છે. આથી ક. સ. ના વર્ષ માંથી પહેલા નવદસ મહિના દરમ્યાન ૩૧૦૧ અને છેલ્લા બે ત્રણ મહિના દરમ્યાન ૩૧૦૦ બાદ કરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. દા.ત. શક વર્ષ ૧૮૯૪(ૌત્રાદિ વિ. સં. ૨૦૨૯)માં કલિયુગ સંવતનું વર્ષ ૫૦૭૩ હોવાનુ મનાય છે, જ્યારે ઈ. સ. ૧૯૭૨-૭૩ આવે છે.
ચાલુકય રાજા પુલકેશી ૨ જાના ઐાળે શિલાલેખમાં ભારત યુદ્ધનું વ ૩૭૩૫ અને શક સંવતનું વર્ષ ૫૫૬ જણાવ્યું છે. આ બે વર્ષ વચ્ચે ૩૧૭૯ વર્ષના તફાવત છે. આમ એમાં ભારત યુદ્ધ કલિયુગના આર ંભે થયું હોવાનુ મનાયું છે. અર્થાત્ કલિયુગ સંવત અને ભારતયુદ્ધ સંવત અહીં એક જ મનાયા છે. ભારત યુદ્ધ સમાપ્ત થતાં તરત જ યુધિષ્ડિરના રાજ્યાભિષેક થયા ગણાય છે. આથી એને યુધિષ્ડિર સંવત' પણ કહે છે.
ભારતયુદ્ધ કે યુધિષ્ઠિર સંવત
પરંતુ ભારતયુદ્ધ અને યુધિષ્ઠિરના રાજ્યાભિષેક ખરી રીતે કલિયુગના આરભ પછી ૬૫૩ વર્ષ થયાં હાવાનેા મત વધુ પ્રચલિત છે. વરાહમિહિર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org