________________
૧૩.
| અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત (ચાલુ)
કલચુરિ–ચેદિ સંવત અને ગુપ્ત–વલભી સંવતની જેમ બીજા નવા સંતો પ્રવર્તાવવાની પરંપરા ચોથી સદી પછી પણ ચાલુ રહી, જે કેટલાંક રાજ્યોમાં નીચે પ્રમાણે ફળીભૂત થઈ?— ગંગ કે ગાંગેય સંવત
કલિંગનગર(જિ. ગંજામ) ના પૂવી ગંગ વંશના અભિલેખોમાં ગંગ સંવત કે ગાંગેય સંવત વપરાયે. એની પહેલવહેલી મિતિ એ વંશના આધ રાજા ઈન્દ્રવમના વર્ષ ૩૯ ના તામ્રપત્રમાં મળી છે. એ રાજા છઠ્ઠી સદીના આરંભમાં રાજ કરતો હતો. એના વંશની સત્તા ૯ મી સદી સુધી સાબૂત રહી ને ત્યાં સુધી આ રાજ્યમાં ગાંગેય સંવત પ્રચલિત રહ્યો. આગળ જતાં આ સંવતને સ્પષ્ટતઃ “ગાંગેય” સંવત તરીકે ઓળખાવ્યું છે.
દસમી સદીમાં આ પૂરી ગંગ વંશની સત્તાને અસ્ત થય ને ત્યાં માયસોરના ચક્રવતી ગંગ વશની સત્તા પ્રવતી આ નવા રાજ્યમાં ગંગ સંવતની સાથે શક સંવત વપરાવા લાગ્યો ને ૧૧ મી સદીમાં ગંગ સંવતનો ઉપયોગ સદંતર બંધ થયો. આમ આ સંવત લગભગ પાંચ સદી જેટલો સમય ચાલ્યો.
અગાઉ લિપિના મરોડ પરથી ગાંગેય સંવતનો આરંભ ઈ. સ. ૫૭૦ ના અરસામાં થયો ગણાતો. પરંતુ પછી દેવેન્દ્રવર્માના સમયને ગંગ વર્ષ પર૦ ના તામ્રપત્રને એના પિતા અનંતવમના શક વર્ષ ૯૧૭ ના તામ્રપત્ર સાથે સરખાવતાં, ગંગ સંવત શક વર્ષ ૩૯૧(ઈ. સ. ૪૭૫) પછી ડાં વર્ષમાં શરૂ થયો હોવાનું જાણવા મળ્યું છે.' આ પરથી ઈ. સ. ૫૦૦ ની આસપાસનાં વર્ષોની ગણતરી કરતાં ગાંગેય સંવતનો આરંભ ઈ. સ. ૪૯૬ માં કે ૪૯૭ માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org