________________
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ)
૨૦૧ ઉત્તર બંગાળામાંથી ભગાડ્યો ત્યાર પછી દક્ષિણ બિહારમાં લક્ષ્મણસેનના ગત કે અતીત કે વિનષ્ટ રાજયના નામે સંવત પ્રત્યે; ને મુસ્લિમોએ દક્ષિણ બિહાર સર કર્યું ત્યારે ત્યાંના લોકેએ ઉત્તર બિહારમાં સ્થળાંતર કરી એ સંવત ત્યાં પ્રચલિત કર્યો. પરંતુ આ વિષમ કાલ દરમ્યાન આ સંવતના આરંભકાલની બાબતમાં ગૂંચવાડો થયે. મૂળમાં એ સંવત લક્ષ્મણસેનના રાજ્યારોહણ(ઈ. સ. ૧૧૭૯) થી ગણાતો, તેને બદલે હવે એ એના જન્મવર્ષ(ઈ. સ. ૧૧૧૯) થી ગણાવા લાગે; ને આગળ જતાં વળી એને બદલે એથી ય થોડાં વર્ષ વહેલો (મોટે ભાગે ઈ. સ. ૧૧૦૮માં) શરૂ થયેલ ગણાય.”
ઈ. સ. ૧૧૧૯ ના આરંભની મિતિઓમાં એનાં વર્ષ કાર્તિકાદિ ગણાતાં એવું માલૂમ પડે છે. જે પરંતુ હાલ એનાં વર્ષ મિથિલામાં માઘાદિ ગણાય છે ને એના માસ અમાન છે. ૨ વીર બલ્લાલ સંવત | માયસોરના હાથસાળ વંશના પ્રતાપી રાજા વીર બલાલ ૨ જાએ, ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય ૬ઠ્ઠાના અનુકરણમાં, પિતાના નામને નવો સંવત પ્રવર્તાવ્યો. આ સંવત શક વર્ષ ૧૧૧૪ (વર્તમાન)=ઈ. સ. ૧૧૯૧ માં શરૂ થશે, જ્યારે એ રાજાએ પિતાની સત્તાવાર સ્વતંત્રતા સ્થાપી.૬૩ બલાલી સન અને પરગણાતી સન
બંગાળાના કેટલાક ભાગમાં ઉત્તર મધ્યકાલ દરમ્યાન બલાલી સન અને પરગણાતી સન નામે બે સંવત પ્રચલિત હતા. બલાલી સન ઈ. સ. ૧૧૯૯માં અને પરગણાતી સન ઈ. સ. ૧૨૦૨–૦૩ (કે ૧૨૦૧-૦૨) માં શરૂ થયે ગણાતો. ૬૪
આ બંને સંવત લક્ષ્મણસેન સંવતનાં રૂપાંતર જેવા છે. લક્ષ્મણસેને ઈ.સ. ૧૨૦૦ ના અરસામાં બંગાળા ગુમાવ્યું હતું એ અતીત ઘટનાને અનુલક્ષીને આગળ જતાં પશ્ચિમ બંગાળામાં આ સંવત પ્રચલિત થયા લાગે છે. ૫ ત્યારે એ અતીત ઘટનાનું વર્ષ બેત્રણ વર્ષ વહેલું મોડું ગણાયું હશે. હિજરી સન
અરબની હકૂમત સિંધમાં ૮મી સદીમાં અને પંજાબમાં ૧૧ મી સદીમાં સ્થપાઈ ત્યારથી ત્યાં હિજરી સન પ્રચલિત થઈ હશે. પરંતુ અભિલેખોમાં એને ઉલ્લેખ મહમૂદ ગઝનવીના સમય(૧૧ મી સદી)થી મળે છે ને તે મહમૂદપુર(લાહોર)માં પડાવેલા એના સિક્કાઓ પર. અહીંના શિલાલેખોમાં હિજરી સનનાં વર્ષ ૧૨ મી સદીના છેલ્લા દસકાથી અપાવા લાગ્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org