________________
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ)
२०५
શાહજહાંના સમયમાં આ સન દક્ષિણ ભારતમાં પ્રચલિત થઈ ત્યારે હિ. સ. નું વર્ષ ૧૦૪૬ (ઈ. સ. ૧૬૩૬) ચાલતું હતું. આથી હિજરી સનન સૌરા રૂપાંતર અને ઈ. સ. ના વર્ષ વચ્ચે ત્યાં પ૯૦–૮૧ વર્ષને તફાવત રહ્યો.૮૧ આથી દરિણી ફસલી સનમાં ૫૯૦-૯૧ ઉમેરવાથી ઈ. સ.આવે છે. મહારાષ્ટ્રમાં એનાં વર્ષ શાદૂર સનનાં વર્ષોની જેમ સૂર્ય મૃગશિર નક્ષત્રમાં પ્રવેશે ત્યારે (૫મી અને ૭મી જૂન વચ્ચે) શરૂ થાય છે ને મહિનાઓનાં. નામ મુહરમ વગેરે હોય છે.
તમિળના પ્રદેશમાં આ સનને આરંભ પહેલાં આડી (કર્ક) માસમાં, અર્થાત સૌર શ્રાવણમાં (જૂન-જુલાઈમાં) થતો. લગભગ ઈ.સ. ૧૮૦૦ થી એનાં વર્ષ ૧૩ મી જુલાઈથી અને ઈ. સ. ૧૮૫૫ થી એ ૧ લી જુલાઈથી ગણાય છે. ૨ વિલાયતી સન
બંગાળા અને ઓરિસ્સામાં જે ફસલી સન પ્રચલિત થઈ તે વિલાયતી સન” તરીકે ઓળખાઈ. એનાં વર્ષ તથા એના માસ સૌર છે ને મહિના ચિત્રાદિ નામે ઓળખાય છે. એને આરંભ સૌર આધિનથી અર્થાત્ સૂર્યની કન્યા, સક્રાન્તિથી થાય છે. વિલાયતી સનના વર્ષમાં પ૯ર-૯૩ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે.૮૩ બંગાળા અને ઓરિસ્સાના કેટલાક ભાગમાં આ સન ચાલુ છે.
અમલી સન
આ વિલાયતી સનનું રૂપાંતર છે. એમાં અને વિલાયતી સનમાં ફેર એ છે કે અમલી સનનું વર્ષ ભાદરવા સુદ ૧૨ ના દિવસે શરૂ થાય છે, જ્યારે વિલાયતી સનનું વર્ષ કન્યા સંક્રાતિથી શરૂ થાય છે.૮૪ આ સનનું વર્ષ ચાંદ્ર માસના શુકલ પક્ષમાં ય પડવાથી નહિ પણ અધવચ દ્વાદશીથી શરૂ થાય છે એ વિચિત્ર ગણાય. કહે છે કે ઓરિસ્સાના રાજા ઈન્દ્રધુમ્નનો એ જન્મદિવસ હતો, તેથી આ સનનો આરંભ એ દિવસથી ગણવામાં આવ્યો.૮૫
ઓરિસ્સાના વેપારીઓ અને કારકુનનાં આ સન હજી પ્રચલિત છે. બંગાલી સન
આ સનનો બંગાબ્દ' પણ કહે છે. આ પણ ફસલી સનનું રૂપાંતર છે. એની વિશેષતા એ છે કે એનાં વર્ષ પૂર્ણિમાન્ત આશ્વિન વદિ ૧ થી નહિ. પણ એ પછી સાતેક મહિને મેષ સંક્રાન્તિથી અર્થાત સૌર વૈશાખ માસથી શરૂ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org