________________
૨૦૪
ભારતીય અભિલેખવિદ્યા - “શાર' (કે શુર) એ નામ અરબી શબ્દ “શહર(મહિના)ના બહુવચનના રૂપમાંથી વ્યુત્પન્ન થયું લાગે છે.૭૪ ‘સૂર’ એ પ્રાયઃ એના અરબી નામનું મરાઠી રૂપાંતર છે. પણ - એનાં વષ તથા એના માસ સૌર છે. એના વર્ષમાં ૫૯૯-૬૦૦ ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. આ સંવતને આરંભ ઈ. સ. ૧૩૪૪ના મે માસની ૧૫ મીએ સૂર્ય મૃગશિર નક્ષત્રમાં હતો ત્યારે થયો હોવાનું માલૂમ પડે છે.' એનાં વર્ષો સૂર્ય મૃગ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે અથત ૫ મી, ૬ ઠ્ઠી કે ૭મી જૂને શરૂ થાય છે. તેથી એને “મૃગ – સાલ” કહે છે.
આ સંવતનાં વર્ષ અંકોથી નહિ, પણ અરબી શબ્દોનાં મરાઠી રૂપાંતર દારા દર્શાવાય છે, જેમકે અહદે (અહદ ૧), ઈસને (અસના=૨), સલ્લીસ (સલસહ=૩) વગેરે.
શાદૂર સનની ઉત્પત્તિ વિશે કોઈ ચેકસ માહિતી મળી નથી. પરંતુ સુલતાન મુહમ્મદ તુગલકે (ઈ.સ. ૧૩૨૫-૧૩૫૧) દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ખસેડી, ત્યારે રવી અને ખરીફ એ બંને ફસલ નિયત મહિનાઓમાં વસૂલ કરવા માટે એણે દખણમાં હિજરી સનનું આ સૌર રૂપાંતર પ્રચલિત કર્યું હોય એવું એના પ્રચલિત થયાના વર્ષ ઈ. સ. ૧૩૪૪ પરથી સૂચિત થાય છે.૭૭
આ સંવત દખ્ખણના મરાઠીભાષી પ્રદેશમાં પ્રચલિત હતો. હાલ એ કવચિત મરાઠી પંચાગમાં જ દેખા દે છે. - ફસલી સન
મુસ્લિમ રાજ્યમાં હિજરી સન ચાલતી, પણ એનાં ચાંદ્ર વર્ષ અને ઋતુઓ વચ્ચે મેળ રહેતો ન હોઈ રવી અને ખરીફ ફસલ નિયત માસમાં વસૂલ કરવામાં ઘણું અગવડ પડતી. આથી મુઘલ બાદશાહ અકબરે હિજરી સનનાં વર્ષોને સૌર (ખરી રીતે ચંદ્ર-સૌર) બનાવી એને “ફસલી સનીનું ૭૮ સ્વરૂપ આપ્યું. આ સુધારો હિ. સ. ૯૭૧ ઈ. સ. ૧૫૬૩)માં કરવામાં આવ્યો.૭૯ આથી ત્યારથી હિ. સ. અને ઈ. સ. ના વર્ષ વચ્ચે પ૯ર-૯૩ને ધ્રુવ તફાવત રહે છે.
આમ ફસલી સન એ શાર સનની જેમ હિજરી સનનું સૌર રૂપાંતર છે. પહેલાં આ સન પંજાબ અને ઉ. પ્ર. માં પ્રચલિત થઈ. અકબરની હકૂમત વિસ્તરતાં એ પછી જુદાજુદા વર્ષે બંગાળા વગેરે બીજા પ્રદેશોમાં પ્રચલિત થઈ. આ સર્વ પ્રદેશમાં એનાં વર્ષ આશ્વિનાદિ ગણતાં અને એના માસ પૂર્ણિમાન્ત ગણાતા.૮૦ એના વર્ષમાં પક૨-૯૩ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org