________________
૨૦૨
ભારતીય અભિલેખવિદ્યા, હિજરી સન મુહમ્મદ પૈગંબરે મકકાથી મદીના કલી હિજરતની યાદગીરીમાં, પેગંબરની હયાતી બાદ ખલીફા ઉમર(ઈ.સ. ૬૩૪-૬૪૪)ના. સમયમાં હિ. સ. ૧૭ માં અરબસ્તાનમાં પ્રચલિત થઈ હતી. એ હિજરતની ઘટના. ઈ. સ. ૬૨૨ ના જુલાઈની ૧૫ મીએ બની હતી.
એનાં વર્ષ ચાંદ્ર છે. એના મહિના બાર છેઃ ૧. મુહરમ, ૨. સફર, ૩.. રબીઉલ અવ્વલ, ૪. રબીઉલું આખિર કે રબી' ઉસ સાની, ૫. જમાદૌલ અવ્વલ, ૬. જમાદૌલ આખિર કે જમાદૌલ સાની, ૭. રજબ, ૮. શાબાન, ૯. રમજાન. ૧૦. શવાલ, ૧૧. જિલ્કાદ અને ૧૨ જિલજિજ. હિજરી સનના મહિના, ચાંદ્ર છે ને એને આરંભ સુદ બીજથી ગણવામાં આવે છે. રેજ (દિવસ) સૂર્યાસ્તથી સૂર્યાસ્તનો ગણાય છે. -
હિજરી સનમાં અધિક માસ ઉમેરવામાં આવતો નથી. આથી એનાં વર્ષ શુદ્ધ ચાંદ્ર છે. ચાંદ્ર વર્ષ લગભગ ૩૫૪ દિવસનું હોય છે. આથી એના મહિના. એકાંતરે ૩૦ અને ૨૯ દિવસના ગણવામાં આવે છે. ચાંદ્ર વર્ષ ખરી રીતે ૩૫૪ દિવસ ઉપર લગભગ ૮ કલાક અને ૪૮ મિનિટ જેટલું લાંબુ હોઈદર. ૩૦ વર્ષ ૧૧ દિવસની ઘટ આવે છે. આથી દર ૩૦ વર્ષ દરમ્યાન વર્ષ ૨, ૫, ૭ (કે ૮), ૧૦, ૧૩, ૧૫, ૧૨ (કે ૧૯), ૨૧, ૨૪, ૨૬ (કે ૨૭) અને ૨૯ ને ભુત વર્ષ ગણી એ વર્ષના છેલ્લા મહિનામાં ૧ દિવસ વધારે ગણવામાં આવે છે. અર્થાત એ મહિનાને ૨૯ ને બદલે ૩૦ દિવસનો ગણવામાં આવે છે. ૬૭
હિ. સ. નું વર્ષ ચાંદ્ર હોવાથી સૌર વર્ષ કરતાં લગભગ ૧૧ દિવસ જેટલું ટૂંકું છે, આથી ૧૩૦૦ સૌર વર્ષ દરમ્યાન લગભગ ૪૦ ચાંદ્ર વર્ષ વધારે આવે છે. હિ. સ. ૧ ઈ. સ. ૬૨૨ માં હતું, હિ. સ. ૫૦૦ ઈ. સ. ૧૧૦૦ માં, હિ. સ. ૧૦૦૦ ઈ.સ. ૧૫૯૧માં અને હિ. સ. ૧૩૦૦ ઈ. સ. ૧૮૮૨માં. આમ હિ. સ. અને ઈ. સ. ની વચ્ચેનું અંતર ધીમે ધીમે ઘટતું જાય છે. ઈ. સ.. ૧૯૭૦માં હિ. સ. ૧૩૯૦ ચાલતી હતી. ત્યારે એનો તફાવત ૫૮૦ વર્ષને. હતો. અર્થાત હિ. સ. નાં ૧૩૯૦ વર્ષમાં એ તફાવત ૬૨૧ ને બદલે ૫૮૦ ને થ. આથી હિ. સ. અને ઈ. સ. વચ્ચેનો તફાવત ધ્રુવ રહેતો નથી પણ ધીમે ધીમે ઓછો થતો જાય છે. આને લઈને હિ. સ. ની બરાબરનું ઈ સ. નું વર્ષ કાઢવા માટે ગુણાકાર, ભાગાકાર, સરવાળા ને બાદબાકીની અટપટી ગણતરી કરવી, પડે છે. ૬૮
હિ.સ.નું વર્ષ ચાંદ્ર હોવાથી એમાં ઋતુઓનો મેળ મળતો નથી ને એનો. એ તહેવાર જુદી જુદી ઋતુમાં આવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org