________________
૨૦૦
ભારતીય અભિલેખવિદ્યા લક્ષ્મણસેન સંવત
આ સંવત બંગાળા, દક્ષિણ બિહાર અને મિથિલા(ઉત્તર બિહાર)માં પ્રચલિત હતો ને હાલ મિથિલામાં થેડા પ્રમાણમાં ચાલુ રહ્યો છે.
આ સંવતને લક્ષ્મણ સંવત” કે “લ.સં.' કહે છે. આ સંવત બંગાળાના સેન વંશના રાજા લક્ષ્મણુસેન સાથે સંકળાયેલું છે. એ રાજા લગભગ ઈ. સ. ૧૧૩૯ થી ૧૨૦૬ સુધી રાજ્ય કરતો હતો.
આ સંવતના આરંભિક લેખ વર્ષ ૫૧ ૭૪, અને ૮૩ના છે ને એ બધા લેખ દક્ષિણ બિહારના ગયા પ્રદેશમાં મળ્યા છે.પ૩ એમાંના વર્ષ ૭૪ ની મિતિ સાથે આપેલે વાર ઈ. સ. ૧૨૫૩માં બંધ બેસે છે. આથી આ સંવતનાં વર્ષ શરૂઆતમાં ઈ. સ. ૧૧૭૯ ના અરસામાં લક્ષ્મણસેનના રાજ્યારોહણથી ગણાતાં હોવાનું સ્પષ્ટ થાય છે.૫૪
પરંતુ અબુલ ફઝલ (૧૬મી સદી) “અકબરનામામાં જણાવે છે કે લ. સં. ૪૬૫=શ. સં. ૧૫૦૬=વિ. સ. ૧૯૪૧ છે. “સ્મૃતિતત્ત્વામૃત' (૧૭મી સદીમાં લ. સં. ૫૦૫= શ. સં. ૧૫૪૬ જણાવ્યું છે. “નરપતિજયચર્યાટીકા'(૧૭મી સદી'માં પપ લ. સં. ૪૯૪= શ. સ. ૧૫૩૬ આપ્યું છે. આ સર્વ સમીકરણ પરથી લક્ષ્મણસેન સંવત અને શક સંવત વચ્ચે ૧૦૪૧ વર્ષનું અંતર હોવાનું માલૂમ પડે છે." આ હિસાબે લ. સં. અને ઈ. સ. વચ્ચે ૧૧૧ વર્ષનું અંતર આવે.
પરંતુ મિથિલામાં આ સંવત શક વર્ષ ૧૦૨૮(ઈ. સ. ૧૧૬)માં શરૂ થયેલો ગણાયે એવા ઉલ્લેખ મળે છે.પ૭ મિથિલાનાં વર્તમાન પંચાંગમાં લ. સં. ૧=શ. સં. ૧૦૨૬-૨૭, ૧૦૨૭-૨૮, ૧૦૨૯-૩૦ કે ૧૩૦-૩૧ એમ જુદી જુદી રીતે ગણાય છે. અર્થાત હાલ એ સંવત ઈ. સ. ૧૧૦૪ થી ૧૧૦૯ દરમ્યાન શરૂ થયું મનાય છે.પ૮ આમ આ સંવત આગળ જતાં ઈ. સ. ૧૧૦૪ –૧૧૧૮ દરમ્યાન શરૂ થયું ગણાય. ઉત્તર મધ્યકાલીન લેખમાં આવેલી મિતિએના આધારે એ ઈ. સ. ૧૧૦૮ અને ૧૧૧૯ની વચ્ચે શરૂ થયું હોવાનું માલૂમ પડે છે.૫૯ પરંતુ લમણસેનનું રાજ્યારેહણ તો વાસ્તવમાં ઈ. સ. ૧૧૭૯ જેટલા મેડા વર્ષમાં થયેલું છે. આમ આ સંવતના આરંભકાલની બાબતમાં ઘણો ગોટાળા થયો છે.
લક્ષ્મણસેને કે સેન વંશના કેઈ રાજાએ ખરેખર આવો સંવત શરૂ કર્યો નહોતો. પરંતુ બખત્યાર ખલજીએ ઈ. સ. ૧૨૦૦ ના અરસામાં લક્ષ્મણસેનને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org