________________
૧૯૬
ભારતીય અભિલેખવિદ્યા ને એના દક્ષિણ ભાગમાં તથા તિરુનેલવેલી જિલ્લામાં એ સિંહ સંક્રાતિથી શરૂ થાય છે, જે લગભગ શ્રાવણ(ગસ્ટ)માં આવે છે. ઉત્તરમાં એના માસ કન્યા, તુલા, વૃશ્ચિક...વગેરે સંક્રાન્તિના નામે ઓળખાય છે, જ્યારે દક્ષિણમાં
એ અવની, પુરત્તસી, ઐષ્મસી, કાર્તિકઈ માગેલી, તાઈ માસી, પાનગુની, ચિત્તિરઈ, કાસી, આની અને આડી-એવાં નામે ઓળખાય છે. આ નામ ચાંદ માસનાં તમિળ નામ છે.
કલમ સંવતના વર્ષમાં ૩૧ મી ડિસેંબર સુધી અર્થાત પહેલાં ત્રણચાર મહિના દરમ્યાન ૮ર૪ અને એ પછી બધા વખત ૮૨૫ ઉમેરવાથી ઈ.સ. નું વર્ષ આવે છે. દા.ત. કોલમ સંવતનું ઉત્તરી વર્ષ ૧૦૮૬ (વર્તમાન) ૧૭મી સપ્ટેમ્બર, ૧૯૧૦ ના રોજ શરૂ થયું અને ૧૬મી સપ્ટેમ્બર, ૧૯૭૧ ના રોજ પૂરું થયું. એના બાર માસ હતા. એમાં કન્યા માસ ૩૦, તુલા માસ ૩૦, વૃશ્ચિક માસ ૨૯, ધન માસ ૩૦, મકર માસ ૨૯, કુંભ માસ ૩૦, મીન માસ ૩૦, મેષ માસ ૩૧, વૃષભ માસ ૩૨, મિથુન માસ ૩૧, કક માસ ૩૨ અને સિંહ માસ ૩૧ દિવસનો હતો એમ કુલ ૩૬૫ દિવસનું વર્ષ હતું. દક્ષિણમાં એ વર્ષ ૧૭મી ઓગષ્ટ, ૧૯૧૦ થી ૧૬ મી ઑગષ્ટ, ૧૯૧૧ સુધીનું હતું, કેમ કે ત્યાં કોલ્લમ વર્ષ એક મહિનો વહેલું શરૂ થાય છે. ભૌમકર સંવત
ઓરિસ્સામાં ભૌમ વંશના અઢાર રાજાઓએ લગભગ બસે વર્ષ રાજ્ય કર્યું. તેઓના નામના અંતે “કર” શબ્દ આવે છે. આથી આ રાજાઓ “ભૌમકર” નામે ઓળખાય છે.
પુરી-કટક પ્રદેશમાં ભૌમકર રાજ્યની સત્તા ૯મી–૧૦મી સદીમાં પ્રવતી લાગે છે. ૨૭ એ પછી તેઓનું સ્થાન સમવંશીઓએ લીધું. ભૌમ-કર રાજ્યના સામંતોએ પણ તેઓને આ સંવત વાપર્યો હતો. ૨૮
આ સંવતનાં વર્ષોને તુલનાત્મક કાલગણનાની રીતે તપાસતાં એનો આરંભ નવમી સદીના પૂર્વાર્ધમાં, પ્રાયઃ પૂર્વાર્ધના મધ્યમાં, થયો હોવાનું માલૂમ પડે છે. ૨૯ ભૌમ-કર વંશના પ્રથમ રાજા ક્ષેમંકરના રાજ્યના વર્ષ ૧ થી એ શરૂ થયે લાગે છે.
રાજા શત્રુભેજના દસપલ્લ તામ્રપત્રમાં વર્ષ ૧૯૮ માં વિષુવ-સંક્રાન્તિ, રવિવાર, પંચમી અને મૃગશિર નક્ષત્રની વિગત આપવામાં આવી છે. આ દિવસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org