________________
૧૯૫
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) વર્ષ (લગભગ ઈ.સ. ૧૨૦૦ સુધી) ૭ પ્રચલિત રહ્યો ને એ પછી સદંતર લુપ્ત થઈ ગયો. કલમ સંવત
આ સંવત કેરલ રાજ્યમાં તથા તમિળનાડુ રાજ્યના સમી પવત ભાગમાં અર્થાત કન્યાકુમારી અને તિરુનેલવેલી જિલ્લામાં સૈકાઓથી પ્રચલિત છે. એને તમિળ ભાષામાં કલમ ૬” (પશ્ચિમી વર્ષ) અને સંસ્કૃત ભાષામાં “કોલંબ સંવત કહે છે.
મલબારના લોકો એને પરશુરામને સંવત કહે છે ને એને ૧૦૦૦ વર્ષનું ચક્ર માને છે. આ અનુસાર એનાં વર્ષ ૧ થી ૧૦૦૦ ગણાય છે, એ ચક્ર પૂરું થતાં ફરી વર્ષ ૧ થી ગણવામાં આવે છે ને એ રીતે હાલ એનું ચોથું ચક્ર ચાલે છે. ૧૮ પરંતુ ઈ. સ. ૧૮૨૫ માં એનાં ૧૦૦૦ વર્ષ પૂરાં થયા પછી પણ ૧૦૦૧, ૧૦૦૨ એમ સળંગ સંખ્યા ચાલુ રહેલી છે, આથી ૧૦૦૦ વર્ષના ચક્રને લગતી માન્યતા યથાર્થ લાગતી નથી. પરશુરામને લગતી માન્યતા પણ પ્રચલિત સંવતને આગળ જતાં પૌરાણિક પાત્રો સાથે સાંકળવાની વૃત્તિનું જ પ્રતિબિંબ પાડે છે. ૧૯
આ સંવત કોલમ ર૦ શહેરની સ્થાપનાની યાદગીરીમાં શરૂ થયો એવું પણું મનાય છે. પરંતુ આ સંવત ઈ. સ. ૮૨૪–૮૨૫ના અરસામાં શરૂ થયે જણાય છે, જ્યારે કેલમ શહેરના ઉલ્લેખ ૭ મી સદી સુધીના પ્રાપ્ત થયા છે. ૨૨ છતાં આ સંવતના નામ પરથી એને કેલમ શહેર સાથેનો સંબંધ સૂચિત થાય છે, આથી આ સંવત એ નગરના પુનનિર્માણ ના સમયે શરૂ થયો હોય એવું સંભવે. ૨૩
આ સંવતનો સથી જ અભિલેખ વર્ષ ૧૪૯ નો મળ્યો છે.૨૪
વિર રવિવર્માના ત્રિવેન્દ્રમ શિલાલેખમાં કલિયુગ સંવતના વર્તમાન વર્ષ ૪૭૦૨ બરાબર કેલમ સંવતનું વર્ષ છ૭૬ આપ્યું છે. એ પરથી એ બે સંવત વચ્ચે ૩૯૨૫ વર્ષને તફાવત હોવાનું માલૂમ પડે છે. ૨૫ - કલમ સંવતવાળા કેટલાક અભિલેખમાં આપેલાં વર્ષ, સંક્રાંતિ, દિવસ, વાર વગેરેની વિગતોની ગણતરી પરથી ડો. કહોને કેલ્લમ સંવતમાં ૮૨૪-૮૨૫ ઉમેરવાથી ઈ. સ. આવે એવું નક્કી કર્યું છે.૨૬
આ સંવતનાં વર્ષ સૌર અને વર્તમાન છે. કેરલના ઉત્તર ભાગમાં આ વર્ષ કન્યા સંક્રાન્તિથી શરૂ થાય છે, જે લગભગ ભાદરવા(સપ્ટેબર)માં આવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org