________________
૧૯૭
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત (ચાલુ) ઈ. સ. ૧૦૨૯ ના માર્ચની ૨૩મને હેવાનું માલૂમ પડે છે. આ પરથી ભૌમ-કર સંવતને આરંભ ઈ. સ. ૮૩૧ માં થયો જણાય છે.૩૦ . આ સંવત બસો વર્ષ પ્રચલિત રહી પછી લુપ્ત થઈ ગયો. નેવારી સંવત
નેપાલમાં નવમી સદીમાં વળી એક નવો સંવત પ્રચલિત થયે. એને નવારી (નેપાલી) સંવત’ કહે છે. - બીજા ઠાકુરી વંશના રાજા જયદેવમલે નેવારી સંવત ચલાવ્યું એવું નેપાલની વંશાવલી'માં નોંધ્યું છે.૩૧ પરંતુ એ રાજા ઘણો મોડે થયો. ખરેખર તો આ સંવત રાઘવદેવ નામે રાજાએ તિબેટી હકૂમતમાંથી મળેલી મુકિતની યાદગીરીમાં શરૂ કર્યો લાગે છે.૩૨ રાઘવદેવ પ્રથમ ઠાકુરી વંશના રાજા જયદેવને પૂર્વજ હતો.૩૩
નેવારી સંવત અને વિક્રમ સંવત વચ્ચે ૯૩૭ વર્ષનું ને નેવારી સંવત અને શક સંવત વચ્ચે ૮૦૧ વર્ષનું અંતર રહેલું છે. અભિલેખો તથા પુસ્તકોમાં મળતી આ સંવતની મિતિઓની ગણતરી પરથી કીન્હને આ સંવતનો આરંભ ચિત્રાદિ વિ. સં. ૯૩૬ ના કા. સુ. ૧થી અર્થાત ઈ. સ. ૮૭૯ ના ઍકટોબરની ૨૦ મીથી થયો હોવાનું નકકી કર્યું છે.૩૪ એનાં વર્ષ સામાન્ય રીતે ગત” હોય છે. નેવારી સંવતના ગત વર્ષમાં ૮૭૮-૮૭૯ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે છે. એનાં વર્ષ કાર્નિકાદિ છે ને એના માસ અમાન્ત છે.
આ સંવત નેપાલમાં છેક ૧૮ મી સદી સુધી ઘણો પ્રચલિત રહ્યો. ઈ. સ. ૧૭૬૮માં ત્યાં ગરખાઓની હકૂમત પ્રવર્તી ત્યારથી એને બદલે પાછો શક સંવત પ્રચલિત થ છે. છતાં પંડિતમાં હજી નેવારી સંવત છેડે અંશે ચાલુ રહ્યો છે. ચાલુકય-વિક્રમ સંવત
કલ્યાણ(દખણને ચાલુક્ય વિક્રમાદિત્ય ૬ ફાએ પિતાના રાજ્યમાં શક સંવતની જગ્યાએ પોતાના નામને નવો સંવત પ્રવર્તાવ્યો. આ સંવત એના વંશજોએ ચાલુ રાખે.
દખણના કેટલાક અભિલેખોમાં એને “વિક્રમ કાલ” કહ્યો છે, પરંતુ ઉત્તર ભારતના પ્રાચીન વિક્રમ કાલથી જુદો બતાવવા માટે એને કેટલાક અભિલેખેમાં “ચાલુક્ય-વિક્રમ કાલ’ કહેવામાં આવ્યું છે.૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org