________________
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત
૧૮૩.. બાહુપત્ય સંવત્સરચક્ર – ૧૨ વર્ષનું
બૃહસ્પતિ પોતાનું પરિક્રમણ ૧૨ સૌર વર્ષે પૂરું કરે છે, એમાં એ દર : રાશિમાં લગભગ એક વર્ષ રહે છે. આ પરથી ૧૨ બાર્હસ્પત્ય સંવત્સરનું ચક્ર પણ પ્રચલિત થયું.
પરિવ્રાજક મહારાજ હસ્તીના ગુ. સં. ૧૬ (ઈ. સ. ૪૮૨-૮૩)ના દાનપત્રમાં “મહાશ્વયુજ સંવત્સર, કદંબ રાજા મૃગેશવમ (૫મી સદી)ના વર્ષ ૩ ના દાનપત્રમાં પૌષ સંવત્સરીને, હસ્તીના ગુ. સં. ૧૯૧(ઈ. સ. ૫૧૦-૧૧) ના દાનપત્રમાં “મહાત્ર સંવત્સરીને, રાજા સંભના ગુ. સં. ૨૦૯(ઈ. સ. પર૮–૨૯)ના તામ્રપત્રમાં મહાશ્વયુજ સંવત્સરીને, અને હસ્તીના સમયના ભીમરા સ્તંભલેખમાં “મહામાઘ સંવત્સરનો, ઉલ્લેખ આવે છે.૬૮ આ સંવત્સર ૧૨ વર્ષના બાહસ્પત્ય સંવત્સર–ચક્રનાં છે. એમાં દરેક સંવત્સરને તે તે ચાંદ્ર માસનું નામ આપવામાં આવે છે, પણ ઘણી વાર એની પહેલાં “મહા’ શબ્દ ઉમેરવામાં આવે છે.
બૃહસ્પતિનો જ્યારે જે નક્ષત્રમાં ઉદય થાય છે ત્યારે તે નક્ષત્ર પરથી તેને તે તે ચાંદ્ર માસનું નામ આપવામાં આવે છે. કૃત્તિકા કે રોહિણી પરથી મહાકાર્તિક, મૃગશિર કે આ પરથી મહામાર્ગશીર્ષ, પુનર્વસુ કે પુષ્ય પરથી મહાપૌષ, અલેષા કે મધા પરથી મહામાઘ, પૂર્વાફાલ્ગની ઉત્તરાફાલ્ગની કે હસ્ત પરથી મહાફાગુન, ચિત્રા કે સ્વાતિ પરથી મહાચત્ર, વિશાખા કે અનુરાધા પરથી મહાયેષ્ઠ, પૂર્વાષાઢા કે ઉત્તરષાઢા પરથી મહાષાઢ, શ્રવણ કે ધનિષ્ઠા પરથી મહાશ્રાવણ, શતભિષા પૂર્વાભાદ્રપદા કે ઉત્તરભાદ્રપદા પરથી મહાભાદ્રપદ અને રેવતી અશ્વિની કે ભરણી પરથી મહાશ્વયુજ સંવત્સર કહેવામાં આવે છે. ૯ ૧૨ સૌર વર્ષ દરમ્યાન ગુરુ ૧૧ વાર ઉદય પામે છે, માટે ૧૨ સૌર વર્ષમાં એક બાર્હસ્પત્ય સંવસરનો યે થાય છે.
આ સંવત્સરચક્ર પાંચમી–સાતમી સદી દરમ્યાન પ્રચલિત હતું. એ પછી સામાન્ય વ્યવહારમાં એ લુપ્ત થઈ ગયું. છતાં દેશના કેટલાક ભાગમાં પંચાંગમાં હજ પ્રચલિત રહ્યું છે. સપ્તર્ષિ કે લૌકિક સંવત
સપ્તર્ષિ નામે તારા દરેક નક્ષત્રમાં સેન્સે વર્ષ રહે છે એમ માનીને. ર૭૦૦ વર્ષનું એક ચક્ર યોજવામાં આવ્યું છે. એમાં નક્ષત્રનું નામ આપવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org