________________
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત
૧૮૧ કાદિ વિ.સં. ૧૩૨૦ અને કાર્તિકાદિ વ. સં. ૮૪૫ ના પૂર્ણિમાન્ત આવાઢની હોવાનું માલુમ પડયું છે.પ૯ વ. સં. ૯૭ના વેરાવળ પ્રતિમાલેખમાં જણાવેલી મિતિ સાથે પણ વારને મેળ કાન્નિકાદિ વર્ષ પ્રમાણે જ મળે છે.”
આ સર્વ પરથી સ્પષ્ટ થાય છે કે વલભી સંવતનાં વર્ષ કાત્તિ કાદિ હતાં, જ્યારે ગુપ્ત સંવતનાં વર્ષ ગૌત્રાદિ હતાં, અર્થાત વલભી સંવત એ ગુપ્ત સંવતનું વર્ષ–આરંભના પદ્ધતિફેરવાળું સ્વરૂપ છે.
વલભી સંવતના વર્ષ અને કાર્તિકાદિ વિક્રમ સંવતના વર્ષ વચ્ચે ૩૭૫ વર્ષને એકસરખે તફાવત રહે છે. આથી વલભી સંવતના વર્ષમાં કા. સુ. ૧ થી ડિસેંબરની ૩૧ મી સુધી અર્થાત એના પહેલા બેત્રણ મહિના દરમ્યાન ૩૧૮ અને ૧ લી જાન્યુઆરીથી આ (પૂર્ણિમા કાર્તિક) વદિ ૧૫ સુધી અર્થાત્ બાકીના નવદસ મહિના દરમ્યાન ૩૧૯ ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે.
આનો અર્થ એ થયો કે, વલભી સંવતનું વર્ષ ગુપ્ત સંવતના વર્ષ કરતાં પાંચ મહિના વહેલું શરૂ થતું. આ તફાવત નીચેના કાષ્ઠક પરથી વધુ સ્પષ્ટ
થશે :
ગુસં.
વ. સં.
ઈ. સ.
ચૈત્ર
૧૮ ૩
૧૮૩
૫૦૨
૧૮૩
૧૮૩
૫૦૨.
૧૮ ૩
૧/૪
<
૧૮૪
૧૮૪
આશ્વિન ૧૮૩
૫૦૨ કાર્તિક
૧૮૪ પૌષ
૫૦૨-૫૦૩ ફાલ્ગન ૧૮૩
૫૦ ૩ ૧૮૪ ૧૮૪
૫૦૩ આશ્વિન ૧૮૪
૫૦૩ અનુ-મૈત્રક કાલ દરમ્યાન પશ્ચિમ સૌરાષ્ટ્રના સિંધવ રાજ્યમાં “ગુપ્ત સંવત’ વપરાતો હતો. એનાં વર્ષ ચૈત્રાદિ હતાં. આથી ગુપ્ત સંવત એટલે રૌત્રાદિ વર્ષવાળો અસલ ગુપ્ત સંવત અને વલભી સંવત એટલે ચેત્રાદિને બદલે કાન્નિકાદિ વર્ષના પદ્ધતિફેરવાળે ગુપ્ત સંવત એ સ્પષ્ટ થાય છે.
ગુપ્ત સંવત વલભી સંવતના સ્વરૂપે સૌરાષ્ટ્રમાં થોડા પ્રમાણમાં એના દસમા શતક સુધી અર્થાત ઈ.સ.ના ૧૩મા સૈકા સુધી પ્રચલિત રહ્યો ને પછી સમૂળગે લુપ્ત થઈ ગયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org