________________
૧૮૦
ભારતીય અભિલેખવિદ્યા
જોઈએ. આથી એ ગુપ્ત સંવત હેવો જોઈએ, જેનાં વર્ષ ૧૬-૧૩૮ને લેખ જૂનાગઢમાં મળ્યો છે.
અનુ-મૈત્રક કાલ અને સોલંકી કાલના સૌરાષ્ટ્રના કેટલાક અભિલેખમાં “વલભી સંવત” નામે સંવત વપરાય છે. સંવતના નામનિર્દેશવાળી આ મિતિઓ વ. સં. ૫૦૦ થી ૯૪૫ ની છેપ૪ અલ બેરુનીએ પણ ગુપ્ત સંવત ઉપરાંત વલભી સંવતની વાત કરી છે. એણે એ બે સંવતને જુદા ગણાવ્યા છે, પરંતુ બંનેનો આરંભ એક જ વર્ષે (શક સંવતના ૨૪૧ વર્ષ) થયું હોવાનું જણાવ્યું છે.પપ પણ ઉત્પત્તિની વાત કરતાં આ બે સંવતને એક જ ગણતો લાગે છે. એ નોંધે છે કે લોકો કહે છે કે ગુપ્ત દુષ્ટ અને જોરાવર હતા ને જ્યારે તેઓને અંત આવ્યો ત્યારે આ સંવત શરૂ થયે; એમાંને છેલ્લે રાજા વલભ હતો એવું લાગે છે.” ૫ પરંતુ આ બાબતમાં અલ બેનીને ખરી માહિતી મળી લાગતી નથી કેમ કે વલભીના રાજવંશનો સ્થાપક “વલભ' નહોતે, એ ગુપ્તવંશનો નહતો ને ગુપ્ત સંવતનો આરંભ ગુપ્ત રાજાઓના રાજ્યના અંતથી નહિ પણ અભ્યદયથી થયો હતો. ગુપ્ત સંવત ઉત્તર ભારતમાં બેત્રણ શતક સુધી જ પ્રચલિત રહેલ, પછી ગુજરાતમાં એ વલભીના ત્રિકોના રાજ્યમાં એના પાંચમા શતક સુધી ચાલુ રહ્યો ને એ રાજ્યના અંત પછી ય થોડા પ્રમાણમાં છેક એના દસમા શતક સુધી પ્રચલિત રહ્યો, પણ ત્યારે ગુપ્ત રાજ્યની વાત સાવ વિસારે પડી ગયેલી ને આ સંવત વલભીના રાજ્યમાં પ્રચલિત હોવાની જ સ્મૃતિ રહેલી. આથી આ સંવત ગુજરાતમાં મૈત્રકના કાળ દરમ્યાન કે પછીના કાલથી ‘વલભી સંવત’ તરીકે ઓળખાયે લાગે છે.
મૈત્રકનાં દાનશાસનોમાં એની સંખ્યાબંધ મિતિઓ આપેલી છે, પરંતુ એમાં તિથિની સાથે વાર આપો ન હોવાથી એના વર્ષ–આરંભ અને માસ– અંતનો નિર્ણય કરવા માટે સૂર્યગ્રહણવાળી એક અને અધિકમાસવાળી ત્રણ મિતિઓ પર આધાર રાખવો પડે છે. આ ચાર મિતિઓની ગણતરી પરથી ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ તારવ્યું છે કે આ દાનશાસનોમાં વપરાયેલા સંવતનાં વર્ષ કાન્નિકાદિ હતાં, એના માસ પૂર્ણિમાન હતા, એના અધિક માસ બ્રહ્મસિદ્ધાંતમાં દર્શાવેલી મધ્યમ માનની પદ્ધતિએ ગણાતા ને માસનાં નામ “મેષાદિ પદ્ધતિએ અપાતાં.પ૭
અર્જુનદેવના વેરાવળ શિલાલેખમાં હિજરી સન ૬૬૨, વિ.સં. ૧૩૨૦, વ. ફી અને સિંહ સંવત ૧૫પની મિતિ આપી છે.પ૮ એ મિતિ કાત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org