________________
૧૭૮
ભારતીય અભિલેખવિદ્યા કરતાં કહોને આ સંવતનું વર્ષ ૧ ઈ. સ. ૨૫૦ અર્થાત ખરી રીતે ઈ. સ. ૨૪૯-૨૫૦ હેવાનું માલૂમ પડ્યું.૪૧ કિહોને આ સંવતનાં વર્ષ પ્રાય ભાદ્રપદાદિ અને સંભવતઃ આશ્વિનાદિ હોવાનું તારવ્યું, પરંતુ ડો. મિરાશીએ આ સંવતની મિતિઓને વધુ અભ્યાસ કરીને બતાવ્યું છે કે એનાં વર્ષ કાન્નિકાદિ છે.૪૩ વળી એમણે એવું પણ દર્શાવ્યું છે કે આ સંવતનું વર્તમાન વર્ષ ૧ પ્રાચીન અભિલેખોમાં ઈ. સ. ૨૪૯-૨૫૦ ની બરાબર આવે છે, જ્યારે અનુકાલીન અભિલેખોમાં એની બરાબર ઈ. સ. ૨૪-૨૪૯નું વર્ષ આવે છે.૪૪ વળી આ સંવતનાં વર્ષ પ્રાયઃ ગત’ ગણાતાં ને એથી પ્રાચીન અભિલેખોમાંના કલચુરિ સંવતના ગત વર્ષમાં ૨૪૯-૨૫૦ ઉમેરવાથી ઈ.સ. નું વર્ષ આવે.૪૫
આ સંવતનાં વર્ષ કાન્નિકાદિ હોવાથી એની અને કાર્તિકાદિ વિક્રમ સંવતના વર્ષની વચ્ચે હંમેશાં ૩૦૬ વર્ષનો તફાવત રહે છે. આથી કલચુરિ સંવતના વર્ષમાં ૩૧ મી ડિસેંબર સુધી અર્થાત્ એના પહેલા બેત્રણ મહિના દરમ્યાન ૨૪૯ અને ૧લી જાન્યુઆરીથી અર્થાત બાકીના નવદસ મહિના દરમ્યાન ૨૫૦ ઉમેરવાથી ઈ.સ.નું વર્ષ આવે છે. દા.ત. કલયુરિ સંવત ૪૫૬ =વિ. સં. ૭૬૨ ના માઘ શુદિપ=રજી ફેબ્રુઆરી, ઈ.સ. ૭૦૬ અને ક. સં. ૪૮૬=વિ. સં. ૭૯૨ ના આષાઢ શુદિ ૧૨=૨૨મી જૂન, ઈ. સ. ૭૩૬ આવે છે.
આ સંવત ચેદિ દેશના કલચુરિ વંશ શરૂ કર્યો મનાય. પરંતુ કલયુરિઓએ ચેદિ દેશમાં પિતાની સત્તા ૭મી સદીમાં પ્રસારી. પૂર્વકાલીન કલચુરિઓ(કટમ્યુરિઓ)નું રાજ્ય છઠ્ઠી સદી પહેલાં સ્થપાયું નહોતું, જ્યારે એ અગાઉના રાજવંશ આ સંવતને ઉપયોગ કરતા હતા. એમાં સહુથી વહેલા ટૌકૂટકો છે, પરંતુ એમનું રાજ્ય એ સંવતના વર્ષ ૧૫૦ પહેલાં સ્થપાયું નહોતું. આથી કૂટએ આ સંવત અગાઉના કે રાજ્યમાંથી અપનાવ્યો હોવો જોઈએ. ડો. ભગવાનલાલ ઈન્દ્રજીએ આ સંવત આભીરોએ શરૂ કર્યો હોવાની કલ્પના રજૂ કરેલી; ફલીટે આ સંવત આભીર રાજા ઈશ્વરસેને શરૂ કર્યો હોવાનું સૂચવ્યું.૪૫ અ આ રાજાને વર્ષ ૮ ને લેખ નાસિકમાં મળે છે. ૪૫ આ ડે. મિરાશીએ આ મતને સમર્થન આપતાં સૂચવ્યું છે કે ઈશ્વરસેન પુરાણોમાં જણાવેલા આભીર રાજવંશને સ્થાપક હશે ને ટૌકટકે ૪૫ ઈ શરૂઆતમાં એ આભીર રાજાઓના સામંત હશે. આભીર રાજાઓએ આ સંવત કે કઈ સળંગ સંવત વાપર્યાનો પુરાવો મળ્યો નથી, છતાં આ સૂચન અસંભવિત નથી. ૪૫ ઈ.
આ સંવત એની ૧૦મી સદી પછી સમૂળો લુપ્ત થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org