________________
અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત
૧૭૯ ગુપ્ત સંવત અને વલભી સંવત
મગધના ગુપ્ત સમ્રાટોના અભિલેખામાં એક બીજ સંવત વપરાયો છે. એનાં વર્ષ ૧ થી ૨૨૪ નો નિર્દેશ મળ્યો છે.૪૬ એમાં કેટલીક વાર વર્ષોને “ગુપ્તોનાં અને સંવતને ગુપ્તકાલ' તરીકે ઓળખાવ્યું છે. આ સંવત ગુપ્ત સમ્રાટોના સામંતોએ તેમ જ તે બંનેના કેટલાક ઉત્તરાધિકારીઓએ પણ વાપર્યો છે.૪૮ ગુપ્ત કાળ દરમ્યાન એ ઉત્તર ભારતના ઘણા પ્રદેશમાં તેમજ ઓરિસ્સા બંગાળા અને આસામમાં પણ પ્રચલિત હતો. - ચંદ્રગુપ્ત ૨ જાના મથુરા સ્તંભલેખમાં એ રાજાના રાજ્યકાલના વર્ષ ૫ માં આ કાલ(સંવત)નું વર્ષ ૬૧ ચાલતું હોવાનું જણાવ્યું છે. આ પરથી ચંદ્રગુપ્ત ૨ જાનું રાજ્યારોહણ ગુ. સં. પ૭ માં થયું જણાય છે. ગુપ્તવંશમાં એની પહેલાં ગુપ્ત, ઘટોત્કચ, ચંદ્રગુપ્ત ૧ લે, સમુદ્રગુપ્ત અને રામગુપ્ત–એટલા રાજા થયા. એ પૈકી પહેલા બે માત્ર “મહારાજ હતા, જ્યારે પછીના ત્રણ “મહારાજાધિરાજ' હતા. આથી આ સંવત ચંદ્રગુપ્ત રજાના પિતામહ અને સમુદ્રગુપ્તના પિતા ચંદ્રગુપ્ત ૧ લાના રાજ્યકાલથી શરૂ થયે જણાય છે.પ૦.
આ સંવત કયા વર્ષે શરૂ થયો ? અરબ લેખક અલ બેરુની (૧૧મી સદી) નોંધે છે કે ગુપ્ત સંવત શક સંવત પછી ૨૪૧ વર્ષે શરૂ થયો.૫૧ ગુપ્ત સંવતનાં વર્ષ રૌત્રાદિ હતાં. આ હિસાબે ગુ. સં. ૧=શક વર્ષ ૨૪૨ (ઈ. સ. ૩૨૦-૩૨૧) આવે. આથી ગુ. સંનો વર્ષમાં ડિસેંબરની ૩૧મી સુધી અર્થાત એના વર્ષના પહેલા નવદસ મહિના દરમ્યાન ૩૧૯ અને બાકીના બેત્રણ મહિના દરમ્યાન ૩૨૦ ઉમેરવાથી ઈ. સ. નું વર્ષ આવે. ગુપ્ત સંવતના માસ પૂર્ણિમાના હતા.
ચંદ્રગુપ્ત રજાએ ઈ. સ. ૪૦૦ના અરસામાં માળવા જીત્યું ને ચેડા વખતમાં ગુજરાત પર પણ ગુપ્ત સામ્રાજ્યનું શાસન પ્રસર્યું. જૂનાગઢ શૈલ પર સકંદગુપ્તના સમયનો ગુ. સં. ૧૩૬-૧૩૮(ઈ. સ. ૪૫૫-૪૫૭)નો લેખ કોતરાયો છે.પર સ્કંદગુપ્તના મૃત્યુ પછી ગુપ્ત સામ્રાજ્યનું શાસન શિથિલ થયું ને ગુજરાતમાં મૈત્રક વંશનું સ્વતંત્ર રાજ્ય સ્થપાયું. આ વંશનાં એકસોથી વધુ દાનશાસન મળ્યાં છે. એમાં વર્ષ ૧૮૩ થી ૪૪૭ ની મિતિઓ આપવામાં આવી છે.પ૩ આ વર્ષે સાથે એના સંવતનું નામ જણાવ્યું નથી.
આમાંનું વહેલામાં વહેલું દાનશાસન (વર્ષ ૧૮૩) મૈત્રક વંશના ત્રીજા રાજા દ્રોણસિંહનું છે. આથી આ સંવત મૈત્રક વંશના સ્થાપકે પણ શરૂ કર્યો હોઈ શકે નહિ. અર્થાત મૈત્રક રાજ્ય આ સંવૃત અગાઉના રાજ્યમાંથી અપનાવ્યો હતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org