________________
અભિલેખોમાં પ્રજાયેલા સંવત
૧૮૭ લેખકેએ વળી એ શક સંવત પહેલાં ૯૭૯૫ કે ૧૪૭૯૩ વર્ષ પહેલાં થયું હોવાનું પણ લખ્યું છે ! ૮૭
અર્વાચીન સંશોધન અનુસાર મહાવીર સ્વામીના નિર્વાણનો સમય ગણવામાં આગળ જતાં ૬૦ વર્ષ વધારે ગણાયાં છે ને એથી વીરનિર્વાણ ખરી રીતે ઈ. પૂ. ૪૬૭ માં થયું હતું.૮૮
આ અનુસાર આ સંવતની પ્રાચીન મિતિઓ ઈ. પૂ. ૪૬૭ પ્રમાણે અને. ઉત્તરકાલીન મિતિઓ ઈ. પૂ. પર૭ પ્રમાણે બંધ બેસે. આગુપ્તાયિક સંવત
સાતમી સદીના મધ્યમાં દખણમાં એક બીજે સંવત વપરાયો છે. રાષ્ટ્રકૂટ રાજા દેજ-મહારાજના ગોકાક તામ્રપત્રમાં “આગુપ્તાયિક રાજાઓનું વર્ષ ૮૪૫' આપવામાં આવ્યું છે.૮૯ લિપિના મોડ પરથી આ દાનશાસન ૭મી સદીના મધ્યનું લાગે છે. દેજજ-મહારાજ પ્રાયઃ ચાલુક્ય પુલકેશી ૨ જાના મૃત્યુ (ઈ. સ. ૬૪૨) અને વિક્રમાદિત્ય ૧ લાના રાજકારણ (ઈ. સ. ૬૫૫). વચ્ચેના ગાળા દરમ્યાન રાજ્ય કરતો હતો એવું લાગે છે. તો આ સંવત પ્રાયઃ લગભગ ૬૪૫ પહેલાં ૮૪૫ વર્ષ પર અર્થાત ઈ. પૂ. ૨૦૦ માં શરૂ થયે ગણાય પરંતુ ભારતમાં ઈ. પૂ. પણ પહેલાં કોઈ સંવત વાસ્તવમાં પ્રચલિત થયું હોય એવું ભાગ્યે જ સંભવિત છે. આથી આ સંવત દેજ-મહારાજના સમયમાં (૭ મી સદીમાં) ૮૪૫ વર્ષ પહેલાંની કોઈ ઘટનાને અનુલક્ષીને પ્રચલિત કરાય હશે,૮૯
પાદટીપ
૧. એક સિક્કા પર વર્ષ ૧૪૭ વંચાયુ છે ને એ વર્ષ સેલ્યુકિ સંવતનું
હોવાનું ધારવામાં આવ્યું છે, પરંતુ એ પાઠ સમૂળો સંદિગ્ધ છે (IE,.
p. 244). ૨. IE, p. 281 3. Pandey, op. cit., p. 195 ૪. IE, p. 282 ૫. વિગતો માટે જુઓ ઉપર પૃ. ૧૫૬. ૬. જુઓ ઉપર પૃ. ૧૫૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org