________________
અભિલેખોમાં પ્રયોજાયેલા સંવત
૧૬૯
રાજસ્થાન અને માળવામાં અગાઉના અભિલેખમાં “કૃત” અને “માલવગણ નામે સંવતનો નિર્દેશ આવે છે.... એનાં વર્ષ આ પ્રમાણે મળ્યાં છે :
કૃત- વર્ષ ૨૦૨, ૨૮૪, ૨૯૫ (તિ), ૩૩૫, ૪૨૦, ૪૮૦, ૪૮૧ માલવગણ – વર્ષ ૪૬૧, ૪૯૩, ૫૨૪ (માલવવંશ), ૫૮૯, ૭૭૦ (માલવરાજ),
૭૯૫ (માલવેશ), ૯૩૬ (માલવ) કૃત, માલવગણ અને વિક્રમના નામે ઓળખાતો સંવત એક જ હોવાનું જણાય છે. આ પરથી માલૂમ પડે છે કે આ સંવત એના ત્રીજા શતકથી પાંચમા શતક દરમ્યાન “કૃત” નામે ઓળખાતો, પાંચમા અને છઠ્ઠા શતક દરમ્યાન માલવગણના નામે ઓળખાતો, આઠમા શતકમાં એ ક્યારેક માલવદેશના રાજા કે રાજાઓના નામે ઓળખાતો, દસમા શતક સુધી એ ક્યારેક માલવદેશના નામે ય ઓળખાતો પરંતુ નવમા શતકથી વિક્રમ, વિક્રમાદિત્ય કે વિક્રમાના નામે ઓળખાવા લાગ્યા ૧૦
આ બધાં નામોમાં સહુથી પ્રાચીન નામ “કૃત છે. એ નામના અર્થ માટે અનેક તર્કવિતર્ક કરવામાં આવ્યા છે : ૧૧ (૧) કૃત કરેલે, બનાવેલ અર્થાત્ કાલગણના કરનારાઓએ બનાવેલું, (૨) કૃત નામે રાજાને, (૩) કૃત નામે ગણમુખ્યને અર્થાત માલવગણના વડાનો, (૪) કૃત અર્થાત કૃતયુગ(સત્યયુગ)નો. વળી કયારેક “કૃત” ને બદલે ‘ક્રિત’ શબ્દ પ્રયોજાય છે ને એમાં “કીત’ શબ્દ ઉદિષ્ટ લાગે છે એમ ધારીને એ શબ્દ કોઈ વિદેશી પ્રજાનું નામ હોવાનું સૂચવાયું છે.
માલવ પ્રા સિકંદરની ચડાઈ (ઈ. પૂ. ૩૨૫) સમયે પંજાબમાં રાવીના તટે વસતી હતી, જ્યારે પાંચમી સદીથી એ દશપુર(મંદસોર)ની આસપાસ વસી લાગે છે. સાતમી સદીથી તો અવંતિ-આકર પ્રદેશ માલવ' (માળવા) નામે ઓળખાતો થયે. અગાઉ બીજીથી ચોથી સદી દરમ્યાન માલવ પ્રજા રાજસ્થાનમાં વસતી એવું જણાય છે. આ પરથી માલવ પ્રજા પહેલાં પંજાબમાં રહેતી હોય ને પછી ત્યાંથી સ્થળાંતર કરી રાજસ્થાન થઈ છેવટે અવંતિ–આકર પ્રદેશમાં વસી હેય એવું માલૂમ પડે છે. પાંચમી સદીથી આ સંવત સાથે માલવ પ્રજાનું નામ ગાઢ રીતે સંકળાયું જણાય છે–પહેલાં માલવગણનું ને પછી માલવ રાજા, રાજાઓ કે દેશનું વિક્રમાદિત્ય પણ ઉજજન(માળવા)નો રાજા ગણતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org