________________
૧૭૪
ભારતીય અભિલેખવિદ્યા
આ સંવત પ્રતિષ્ઠાનપુર(પીઠણ)ના રાજા શાલિવાહને ઉજનના રાજા વિક્રમને હરાવીને શરૂ કરેલ એવી અનુકૃતિ છે. ૧૭ ને જ્યોતિષમાં એનાં વર્ષ “શાલિવાહન-કૃત શક તરીકે આપવામાં આવે છે. પરંતુ જેમ વિક્રમ સંવતનાં વર્ષો સાથે વિકમાહિત્યનું નામ છેક એના નવમાં શતકથી સંકળાયેલું જણાય છે તેમ આ સંવતનાં વર્ષો સાથે શાલિવાહનનું નામ એના છેક બારમા શતકથી સંકળાયેલું મળે છે. અભિલેખોમાં શાલિવાહનનું નામ વહેલામાં વહેલું યાદવ રાજા કૃષ્ણના તાવ તામ્રપત્ર(શક ૧૧૭૨)માં અને સાહિત્યમાં સેમરાજ-કૃત “ઉભટકાવ્ય” નામે કન્નડ કૃતિ(શક ૧૧૪૪)માં મળ્યું છે. ૧૮ એ પહેલાં શાલિવાહનના નામ સાથેનો કોઈ સમયનિર્દેશ મળ્યો નથી.
તો વિક્રમ સંવતની જેમ આ સંવત પણ અગાઉ જુદા નામે ઓળખાતો હશે. કેટલાક અભિલેખોમાં વર્ષ ૫૦૦ થી ૧૧૨૮ સુધીના સમય-નિર્દેશમાં શક કાલ કે શક સંવતનો ઉલ્લેખ આવે છે. ૧૯ આ સંવત અને પછીનો શાલિવાહનકૃત સંવત એક જ હોવાનું માલૂમ પડે છે. શાલિવાહન-કત સંવતના વર્ષ માટે શક શબ્દ “વષ’ના વ્યાપક અર્થમાં વપરાતે હોવા છતાં એમાં એના પ્રાચીન નામનું મૂળ સચવાઈ રહ્યું છે. આ સંદર્ભમાં પ્રજાતો “શાક' શબ્દ તો સ્પષ્ટતઃ “શકોનો એવો અર્થ ધરાવે છે. પ્રાચીન અભિલેખોમાં તથા સાહિત્યમાં ૬ ઠ્ઠી થી ૧૨ મી સદી દરમ્યાન એનો નિર્દેશ શક સંવત તરીકે થયો છે ને ત્યાં એને ઘણી વાર શક રાજાના સંવત તરીકે કે શક રાજાના રાજ્યાભિષેકના સંવત તરીકે ઓળખાવ્યું છે. ૨૦ આ શક રાજા કોણ હશે?
ભારતના પ્રાચીન અભિલેખોમાં કુષાણ વંશના લેખ કોઈ સંવતના વર્ષ ૩ થી ૮૦ના છે, ક્ષહરાત ક્ષત્રપ રાજાઓના લેખ વર્ષ ૪૧ થી ૪૬ ના છે ને કાર્દમક ક્ષત્રપ રાજાઓના લેખ વર્ષ ૧૧ થી ૩૨૦ ના છે. આ બધાં રાજ્યના અભિલેખમાં સંવતનું નામ આપવામાં આવ્યું નથી.
આ પૈકી કાઈમક ક્ષત્રપ રાજાઓના અભિલેખોમાં આપેલાં વર્ષ શક સંવતનાં છે એવું લગભગ સહુ વિદ્વાનોએ સ્વીકાર્યું છે. અગાઉ આ વર્ષ પર થી ૩૧૨ મળ્યાં હતાં. આથી ક્ષહરાત ક્ષત્રપોનાં વર્ષ ૪૧ થી ૪૬ પણ એ સંવતનાં હેવાનું ઘણું વિઠાને માનતા હતા.૨૧ ક્ષહરાત રાજા નહપાન (વર્ષ ૪૧–૪૬) કાઈમક રાજા ચાષ્ટન(વર્ષ પર) ને પુરેગામી હોઈ એ બંધ બેસતું હતું, પરંતુ તાજેતરમાં ચાષ્ટનના સમયનો વર્ષ ૧૧ નો અભિલેખ મળતાં લહરાત ક્ષત્રપોનાં વર્ષ આ સંવતનાં ન હોય ને પ્રાયઃ રાજ્યકાલનાં હોય એવો મત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org