________________
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત
૧૭૫
પ્રતિપાદિત થયો છે. આ પશ્ચિમી ક્ષત્રપ રાજાઓ શક જાતિના હોય એવું પણ જણાય છે. આથી તેઓએ વાપરેલે સંવત અને પછીને શક સંવત એક હોવાના સંભવને સમર્થન મળે છે.
પરંતુ કુષાણ વંશમાં કનિષ્ક ૧ લાના સમયથી જે સંવત પ્રચલિત થયો, તે સંવત કયો? આ બાબતમાં વિધામાં બે મત પ્રવર્તે છે. કેટલાક કનિષ્ઠ ૧ લે લગભગ ઈ. સ. ૧૨૦ માં ગાદીએ આવ્યો ને એના વંશના લેખોમાં કોઈ જુદે સંવત વપરાય છે એવું માને છે, ૨૪ જ્યારે બીજા કેટલાક કનિષ્ક ૧ લે ઈ. સ. ૭૮માં ગાદીએ આવેલે ને શક સંવત એના રાજ્યકાલથી શરૂ થયે એવું માને છે.૨૫ કુષાણો શક જાતિથી ભિન્ન જાતિના હતા, પરંતુ તેઓના રાજ્યમાં શરૂ થયેલે સંવત શક જાતિના પશ્ચિમી ક્ષત્રપ રાજાઓએ ત્રણ શતક જેટલા લાંબા કાલ સુધી પ્રચલિત રાખે, તેથી મૂળમાં કુષાણોનો હોવા છતાં આ સંવત આગળ જતાં શકેના સંવત તરીકે ઓળખાય એવું ધારીને જાતિભેદના વાંધાનું સમાધાન સૂચવાયું છે. ૨૬
નહપાનના અભિલેખોનાં વર્ષોને શક સંવતનાં ગણતા અને ક્ષહરાત રાજા ભૂમક અને નહપાનને કુષાણ સમ્રાટોના સામંત ગણુતા, ત્યારે આ મત ઘણો ગ્રાહ્ય જણાતો. પરંતુ ચાષ્ટનના સમયના (શક) વર્ષ ૧૧ ના અભિલેખની શોધ પછી, કુષાણ લેખોનાં વર્ષ શક સંવતનાં માનીએ તો ચાષ્ટનને કનિષ્ક ૧ લાનો સમકાલીન અને ભૂમક – નહપાનને એ બંનેના પૂર્વકાલીન માનવા પડે તેમ છે. કનિષ્ક પિતે સંવત શરૂ કર્યો હોવાનો કોઈ ઉલ્લેખ મળ્યો નથી, એના વંશજોએ કનિષ્કના રાજ્યકાલનાં વર્ષોની સંખ્યા સળંગ ચાલુ રાખતાં એની હયાતી પછી સળંગ નવો સંવત થયો એ ઘણો સંભવ મનાય છે. તે ચાખનના સમયમાં કચ્છમાં વપરાયેલું વર્ષ ૧૧ કનિષ્કના રાજ્યકાલનું હોય એવું ભાગ્યે જ સંભવે.
જેન અનુકૃતિ પ્રમાણે તે શકોએ ઉજ્જૈનમાં વિક્રમાદિત્યના વંશજને મારીને ૧૩૫ વર્ષમાં પોતાનો સંવત શરૂ કર્યો હતો, ૨૭ ને ચાટન ઉજ્જનને શક રાજા હતો. આથી એણે અને એના વંશજોએ વાપરેલે સંવત એના રાજ્યકાલથી શરૂ થયો હોય એ તદ્દન સંભવિત છે.૨૮
આ અનુસાર આ સંવત ઉજનમાં શરૂ થયો ને પશ્ચિમ ભારતમાં ૩૦૦ થી વધુ વર્ષ સુધી પ્રચલિત રહ્યી. ત્યારે આ પ્રદેશનો પ્રચલિત સંવત એ જ હતો, એથી એના નામનો નિર્દેશ કરવાની જરૂર જણાઈ નહિ હોય. ૨૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org