________________
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત
૧૭૩ વિક્રમ સંવતના ભાસ ઉત્તર ભારતમાં પૂર્ણિમાન્ત અને ગુજરાતમાં અમાન્ત ગણાય છે. કુદરતમાં શુકલપક્ષ અને કૃષ્ણ પક્ષ બધે સરખા જ હોય છે, પરંતુ એને ક્યા માસના ગણવા એ બાબતમાં પદ્ધતિફેર રહેલું છે. ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં શુકલ પક્ષમાં માસનું નામ એક જ હોય છે, પરંતુ ઉત્તર ભારતમાં એ પક્ષની પહેલાંના પક્ષને એ જ માસને ગણવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં એ પક્ષને એની પહેલાંના માસનો ગણવામાં આવે છે. આથી કૃષ્ણ પક્ષની બાબતમાં માસનું નામ આપવામાં એક માસનો ફેર પડે છે. દાત., વૈશાખ શુક્લ બધે વૈશાખ શુક્લ જ ગણાય છે, પરંતુ એ પહેલાંના પક્ષને ઉત્તર ભારતમાં વૈશાખ કૃષ્ણ કહે છે જ્યારે ગુજરાતમાં એને મૈત્ર કૃષ્ણ કહે છે. એવી રીતે વૈશાખ શુકલ પછીના પક્ષને ઉત્તર ભારતમાં જ્યેષ્ઠ કૃષ્ણ અને ગુજરાતમાં વૈશાખ કૃષ્ણ કહે છે.' આ તફાવત નીચેના કાષ્ઠક પરથી વધુ સ્પષ્ટ થશે :– ઉત્તર ભારત
ગુજરાત ચૈત્ર કૃષ્ણ
(ફાગણ કૃષ્ણ) ચૈત્ર શુકલ
ચત્ર શુકલ (વૈશાખ કૃષ્ણ)
ચૈત્ર કૃષ્ણ આમ ગુજરાતમાં ચાંદ્ર માસ ઉત્તર ભારત કરતાં એક પખવાડિયું મોડે સારૂ થાય છે.
કચ્છ, હાલાર વગેરે પ્રદેશમાં આષાઢાદિ વર્ષ પ્રચલિત હતાં. એ વર્ષ ચિત્રાદિ વર્ષ કરતાં ત્રણ મહિના મોડું અને કાર્તાિકાદિ વર્ષ કરતાં ચાર મહિના વહેલું શરૂ થાય છે. કાર્તિકાદિ વર્ષની અપેક્ષાએ એમાં આષાઢથી આધિન સુધીના ચાર માસ દરમ્યાન વર્ષની સંખ્યામાં 1 વર્ષને વધારે રહે છે. દા. ત. વિ. સં. ૨૦૨૮ ચૈત્રી વર્ષ પ્રમાણે ચૈત્રમાં (માર્ચ, ૧૯૭૧ માં), આષાઢી વર્ષ પ્રમાણે એ પછીના આષાઢમાં (જૂન, ૧૯૭૧ માં) અને કાર્તાિકી વર્ષ પ્રમાણે એ પછીના કાર્તિકમાં (ઓકટોબર, ૧૯૭૧ માં શરૂ થયું ગણાય. શક સંવત
શક સંવત દખણ(મહારાષ્ટ્ર-કર્ણાટક)માં તથા દક્ષિણ ભારતના કેટલાક ભાગમાં શતકથી પ્રચલિત છે. ભારતીય જ્યોતિષમાં હંમેશાં શક સંવતનાં વર્ષ આપવામાં આવે છે. આઝાદ ભારતના રાષ્ટ્રિય પંચાંગમાં આ સંવતને અપનાવ. વામાં આવ્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org