________________
૧૭૦
ભારતીય અભિલેખવિદ્યા
આમ માલવ પ્રજાનું નામ આ સંવત સાથે પાંચમી સદીમાં સંકળાયું. પરંતુ એ પહેલાં એ કયા રાજ્યમાં વપરાયેલા ને કયા રાજ્યમાં શરૂ થયેલા ? આ બાબતમાં વિદ્વાનેામાં મતભેદ પ્રવર્તે છે.
ઘણા વિદ્વાને એવું માને છે કે આ સવત અને શક-પદ્ભવ રાજાએ ના અભિલેખામાં પ્રયાજાયેલેા સંવત એક જ છે, ‘કૃત' નામ પ્રાયઃ એ વિદેશી પ્રજાનું છે, શક-પદ્ભવ અભિલેખામાં એનાં વર્ષ ૭૨ થી મળ્યાં છે એથી એ રાજાઓએ આ સંવત પદ્ભવ રાજ્યમાંથી અપનાવ્યા હોવા જોઈએ તે પદ્ભવ રાજ્યમાં ઇ. પૂ. ૧ લી સદીમાં વાનેાન એવા પ્રતાપી ‘મહારાજાધિરાજ’ હતા, જેના રાજ્યકાલથી આ સ ંવતનેા આરંભ થયા લાગે છે. પલવ દેશથી આવેલ! શકપદ્ભવ રાજાઓએ પંજાબમાં આ સ ંવત પ્રચલિત ક્રર્યાં, ત્યારે ત્યાં વસતા માલવાએ પછી એને રાજસ્થાન અને માળવામાં પ્રચલિત કર્યાં, રાજસ્થાનથી ઉ. પ્ર. અને બિહારમાં ગયેલા મૌરિએએ એને ત્યાં પ્રસાર્યાં ને ગુજર-પ્રતીહારાએ એને ઉત્તર ભારતના વિશાળ રાજ્યમાં વિસ્તાર્યાં. આગળ જતાં માલવ પ્રજા અને એના ગણતંત્રની સ્મૃતિ લુપ્ત થતાં એ સવત માલવદેશ અને એના રાજાને ગણાયા ને છેવટે ઉજ્જનના લાકપ્રિય રાજા વિક્રમાદિત્યનુ નામ એની સાથે સાંકળાયુ. શ્રક ક્ષત્રા પાસેથી માળવા જીતી લેનાર ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય ઉજ૪નનેા પ્રાચીન પ્રસિદ્ધ રાજા હતા, તે હવે લેાકસાહિત્યમાં શકાર વિક્રમાદિત્ય તરીકે ખ્યાતિ પામ્યો હતા. નવમી સદીથી માવલદેશના સવનિર્દે શમાંને ‘માલવેશ' તેમજ ઉજ્જનને શકારિ વિક્રમાદિત્ય આ સવતન પ્રવક મનાયે ને હવેથી એ સંવત વિક્રમ કે વિક્રમાદિત્યના નામે એળખાયા. ૧૨
આ મંતવ્ય ઘણું સંભવિત છે. આ અનુસાર વિક્રમ સંવતની ઉત્પત્તિ ઈ. પૂ. ૧લી સદીમાં ઉજ્જૈનમાં રાજા વિક્રમાદિત્યના સમયમાં નહિ, પણ પડ્તવ દેશમાં રાજાધિરાજવાનેાનના સમયમાં થઈ ગણાય, ત્યાંથી એ સંવતને શકપદ્ભવ રાજાએ પંજાબમાં પ્રચલિત કર્યાં, ત્યાંથી માલવ પ્રજાએ અેને રાજસ્થાન અને માળવામાં ફેલાવ્યે તે ગુર્જર-પ્રતીહારાના સમયમાં એક ઉત્તર ભારતના વિશાળ ભાગમાં પ્રચલિત થયા ત્યારે એ ઉજ્જૈનના પ્રાચીન પ્રસિદ્ધ રાજા વિક્રમા દિવ્યે શરૂ કરાયેલા મનાયા.
આ બાબતમાં ડૉ. રાજલિ પાંડેયે ભારતીય અનુશ્રુતિને સ્વીકાય ગણી શકાય તે પ્રકારનું જુદું મતવ્ય રજૂ કર્યું છે.૧૩ આ અનુસાર જૈન અનુશ્રુતિ જણાવે છે તેમ ઉજ્જનના વિક્રમાદિત્યે શકાને હાંકી કાઢી અતિ દેશને વિદેશી શાસનમાંથી મુકત કર્યાં ત્યારે એ વિજયની યાદગીરીમાં આ સંવત શરૂ કરવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org