________________
૧૬૮
ભારતીય અભિલેખવિદ્યા
શક સંવતનાં માને છે. શક-પદ્દલવો અને કુષાણોના કેટલાક અભિલેખમાં અન્ય સંતોનાં વર્ષો સાથે પહલવોએ અપનાવેલાં મેકેડોનિયન મહિનાઓનાં નામ આપેલાં છે.*
ભારતમાં સળંગ સંવતનો ઉપયોગ ખાતરીપૂર્વક અનુ–મૌર્ય કાલ(ઈ. પૂ. ૧૮૫ થી ઈ. સ. ૩૧૯) દરમ્યાન શરૂ થયો. શકપલવ વંશના અભિલેખોમાં વર્ષ ૩ થી ૮૦ અને પશ્ચિમી ક્ષત્રપ વંશના અભિલેખમાં વર્ષ ૧૧ થી ૩૨૦ ને નિર્દેશ મળ્યો છે. પરંતુ આમાંના કોઈ વંશના અભિલેખામાં એ વર્ષોના સંવતનું નામ જણાવ્યું નથી. રાજકીય સંબંધો, લિપિને મરોડ વગેરે તુલનાત્મક કાલગણનાના મુદ્દાઓ પરથી એ વર્ષોના સંવતો વિશે અર્વાચીન વિદ્વાનોએ સૂચન
ક્ય છે, જેમાં થોડવો મતભેદ પ્રવર્તે છે. સંવતના નામનો નિર્દેશ ત્રીજી સદીથી મળે છે ને તે છે “કૃત' નામે સંવત.
ભારતના પ્રાચીન સંવતમાં વિક્રમ સંવત અને શક સંવત જેવા કેટલાક સંવત અદ્યપર્યત પ્રચલિત છે, કલચુરિ અને ગુપ્ત સંવત જેવા કેટલાક સંવત સમય જતાં સદંતર લુપ્ત થઈ ગયા છે, તો કલિયુગ, બુનિર્વાણ અને વીરનિવણ જેવા કેટલાક સંવતનો આરંભ ઘણો વહેલે ગણાતો હોવા છતાં એ સંવતના નિર્દેશ એ પછી અનેક શતક બાદ શરૂ થયાનું માલુમ પડે છે. વિક્રમ સંવત
ઉત્તરે ભારતના ઘણાં પ્રદેશોમાં તેમ જ ગુજરાતમાં વિક્રમ સંવત સૈકાઓથી પ્રચલિત છે. “વિક્રમ” એ “વિક્રમાદિત્યનું ટૂંકું રૂપ ગણાય છે; “વિક્રમાદિત્યને બદલે કેટલીક વાર “વિક્રમાર્ક શબ્દ પણ વપરાય છે. અર્ક=આદિત્ય-સૂર્ય.
આ સંવત હાલ ચાલુ છે ને એ પરથી એ ઈ. પૂ. પ૭ માં શરૂ થયે હોવાનું માલૂમ પડે છે. અનુશ્રુતિ અનુસાર આ સંવત ઉજજનના પ્રસિદ્ધ રાજા વિક્રમાદિત્યે શર્માને હરાવીને શરૂ કરેલો મનાય છે.
પરંતુ ભારતીય અભિલેખમાં તેમ જ ગ્રંથમાં આ સંવતને નિર્દેશ વિક્રમ સંવત કે વિક્રમાદિત્ય સંવત તરીકે એના નવમા શતક પહેલાં મળ્યો નથી. વિક્રમ-કાલ'ને નિર્દેશ પહેલવહેલે ચાહમાન રાજા ચંડમહાસેનના ધોલપુર (રાજસ્થાન) શિલાલેખમાં મળ્યો છે, જે એ સંવતના વર્ષ ૮૯૮(ઈ.સ.૮૪૧) ને છે.
આને અર્થ એ થાય કે આ સંવત એ અગાઉ કોઈ બીજા નામે ઓળખાતો હશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org