________________
૧૨.
અભિલેખામાં પ્રયોજાયેલા સંવત
સમયનિર્દેશમાં સહુથી વધુ મહત્ત્વનું અંગ વર્ષ છે, પરંતુ એ વર્ષ કયા સંવતનું છે એ માલૂમ પડે તો જ એ ઉપયોગી નીવડે છે. ઘણી વાર સંવતનું નામ અધ્યાહાર રાખવામાં આવે છે, છતાં એ સમયે એ પ્રદેશમાં કયો સંવત પ્રચલિત હતો એ માલૂમ હોય તો ઉષ્ટિ સંવત સમજી શકાય છે. પ્રાચીન કાળમાં અમુક રાજ્યના અભિલેખોમાં આપેલાં વર્ષ ક્યા સંવતનાં ગણવાં એ નક્કી કરવું કેટલીક વાર મુશ્કેલ નીવડયું છે. જ્યારે કેઈ સળંગ સંવત પ્રચલિત નહોતો ને તે તે રાજાના રાજ્યકાલનાં વર્ષ આપવામાં આવતાં ત્યારે ઇતિહાસની સળંગ કાલગણનામાં એ વર્ષનો સમય નિશ્ચત કરવો ઘણી વાર મુશ્કેલ નીવડે છે. સળંગ સંવત વપરાયો હોય ને એ સંવતના નામને નિર્દેશ કરવામાં આવ્યો હોય ત્યારે પણ ક્યારેક એ વર્ષનું વિક્રમ સંવત કે ઈસ્વી સન જેવા વર્તમાન સંવતન વર્ષ સાથે સમીકરણ કરવું મુશ્કેલ નીવડે છે, જે એ પ્રાચીન સંવત હાલ લુપ્ત હોય ને એનું આરંભવર્ષ નિશ્ચિત ન હોય તો.
પશ્ચિમ એશિયામાં સિકંદરના મૃત્યુ (ઈ. પૂ. ૩૨૩) પછી સેલ્યુકસના સમયમાં સેલ્યુકિડ સંવત શરૂ થયેલો, જેને આરંભ ઈ. પૂ. ૩૧૨માં થયો ગણાતો. આ સંવત સેલ્યુકિંડ સામ્રાજ્યના બાલિક પલવ વગેરે પ્રાંતોમાં પણ પ્રચલિત થયેલ. આગળ જતાં એ બંને પ્રાંત સ્વતંત્ર થયા ને ત્યાંના રાજાઓએ સમય જતાં ઉત્તર ભારતમાં પોતાની સત્તા સ્થાપી. એમાંના બાહલિક-યવન (ગ્રીક) રાજાઓના અભિલેખમાં સેલ્યુકિડ કે કોઈ બીજ સંવત વપરાયે નથી.'
પલવ દેશના સ્વતંત્ર રાજ્યમાં લગભગ ઈ. પૂ. ૨૪૮ માં નો સંવત પ્રચલિત થયેલે. વર્ષ ૩૦૩ થી ૩૯૯ના ભારતીય અભિલેખોમાં આપેલાં વર્ષ આ પહલવ સંવતનાં છે એવું કેટલાક વિદ્વાન માને છે, જ્યારે ડો. પાંડેય એ વર્ષ પ્રાચીન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org