________________
૧૧.
સમયનર્દેશની જુદીજુદી પદ્ધતિઓ
કાલગણના એ ઇતિહાસની કરાડરજ્જુ છે. અભિલેખામાં માટે ભાગે સમયનિર્દેશ કરાતા હેાઇ, તિહાસના સાધન તરીકે એ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. અભિલેખ મેટે ભાગે તે તે વૃત્તની સમકાલીન તૈાંધ પૂરી પાડે છે એટલુ જ નહિ, તે તે વૃત્તના સમય પણ જણાવે છે. ભારતીય ઇતિહાસના લાંબા કાલ દરમ્યાન જુદાજુદા સમયે જુદાજુદા પ્રદેશમાં સમયનિર્દેશની જુદીજુદી પદ્ધતિ પ્રચલિત રહી છે. આ પદ્ધતિ કાલગણનાની તે તે પદ્ધતિને અનુસરતી.
કાલગણનાના વિકાસમાં દિવસ (અહેાત્ર), માસ અને વધ એવેા ઉત્તરાત્તર ક્રમ જોવામાં આવે છે, પરંતુ ઐતિહાસિક સમયનિર્દેશમાં સહુથી વધુ મહત્ત્વ વર્ષીનુ હાય છે. આથી એમાં કેટલીક વાર માત્ર વધુ જણાવવામાં આવે છે, તે કેટલીક વાર વર્ષ ઉપરાંત માસ અને દિત્રસની વિગત આપવામાં આવે છે. રાજ્યકાલનાં વર્ષો
ઐતિહાસિક કાલના આરંભમાં ભારતમાં કઈ સળંગ સ ંવત પ્રચલિત થયા નહાતા. આથી બનાવાના સમય તે તે સમયે રાજ્ય કરતા રાજાના રાજ્યકાલનાં વર્ષામાં જણાવવા પડતા. દા. ત. મૌય રાજા અશાકના અભિલેખામાં જ્યાં જ્યાં સમયનિર્દેશ કરવામાં આવ્યા છે, ત્યાં ત્યાં એ શેાકના અભિષેકથી ગણાતાં વર્ષોમાં કરવામાં આવ્યા છે, જેમકે અભિષેકને આઠ વર્ષ થયાં ત્યારે કલિંગ દેશ જીત્યા, અભિષેકને બાર વર્ષ થયાં ત્યારે આ લખાવ્યું ૨. અભિષેકને તેર વ થયાં ત્યારે ધર્મો-મહામાત્ર નીમ્યા, અભિષેકને ચૌદ વર્ષ થયાં ત્યારે બુદ્ધ કનકમુનિના સ્તૂપ ખમણેા માટા કરાવ્યા,જ અભિષેકને વીસ વર્ષ થયાં ત્યારે જાતે આવી મૂળ કરી, પઅભિષેકને છવીસ વરસ થયાં ત્યારે આ ધલેખ લખાવ્યા અને અભિષેકને સત્તાવીસ વર્ષ થયાં ત્યારે આ ધમ લેખ લખાવ્યેા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org