________________
સમયનિર્દેશની જુદી જુદી પદ્ધતિઓ
૧૫૦
અયન
કયારેક વર્ષ પછી અયનને નિર્દેશ કરવામાં આવે છે. વર્ષનાં બે અયન હોય છે : ઉત્તરાયણ અને દક્ષિણાયન. સૂર્ય મકરથી મિથુન રાશિમાં હોય ત્યારે ‘ઉત્તરાયણ અને કર્કથી ધન રાશિમાં હોય ત્યારે દક્ષિણાયન ગણાય છે. વડતુઓ
પ્રાચીન અભિલેખમાં તો માસને બદલે હેમંત આદિ ઋતુઓનો નિર્દેશ થતો ને વર્ષમાં એવી ત્રણ ઋતુઓ ગણતી. દરેક ઋતુના આઠ આઠ પક્ષ (૫ખવાડિયાં) ગણાતા. આ ઋતુઓ હાલના શિયાળા, ઉનાળા અને ચેમાસાના
જેવી ગણાય.
પરંતુ ભારતીય જ્યોતિષમાં ખરી રીતે બબે માસની છ ઋતુઓ ગણાય છે: વસંત, ગ્રીષ્મ, વર્ષ, શરદ, હેમંત અને શિશર. ઉત્તરાયણમાં શિશિર, વસંત અને અને ગ્રીષ્મ, અને દક્ષિણાયનમાં વર્ષા, શરદ અને હેમંત ઋતુ આવે છે.
માસ
વર્ષના માસ બાર છેઃ કાર્તિક, માર્ગશીર્ષ, પૌષ, માવ, ફાલ્ગન, ચૈત્ર, વૈશાખ, જયેષ્ઠ, અષાઢ, શ્રાવણ, ભાદ્રપદ અને આશ્વિન. આ માસનાં નામ અનુક્રમે કૃત્તિકા, મૃગશીપ, પુષ્ય, મઘા, ફાગુની, ચિત્રા, વિશાખા, જયેષ્ઠા, આષાઢા, શ્રવણ, ભાદ્રપદા અને અશ્વિની નક્ષત્ર પરથી પડ્યાં છે. સામાન્ય રીતે તે તે માસની પૂર્ણિમાએ ચંદ્ર તે તે નક્ષત્રમાં હોય છે.
માસના નામ અંગે ભારતીય કાલગણનામાં બે પદ્ધતિ જોવા મળે છે. જે માસના અંતે સૂર્ય મેષાદિ રાશિમાં હોય તે માસને રૌત્રાદિ નામ આપતા. આ નિયમ ટૂંકામાં “મેપાદિ નામે ઓળખાય છે. વધુ પ્રાચીન કાલમાં આ પદ્ધતિ પ્રચલિત હતી. આગળ જતાં એને બદલે “મીનાદિ પદ્ધતિ પ્રચલિત થઈ. એમાં જે માસના આરંભે સૂર્ય મીનાદિ રાશિમાં હોય, તે માસને રૌત્રાદિ નામ આપવામાં આવે છે. હાલ આ પદ્ધતિ પ્રચલિત છે.૩૦
આમ તો માસના આરંભે સૂર્ય મીનાદિ રાશિમાં હોય ને માસના અંતે મેષાદિ રાશિમાં હોય એ એક જ પદ્ધતિનાં બે પાસાં છે. સામાન્ય રીતે બંને પદ્ધતિએ માસનું નામ એક જ આવે છે. પરંતુ અધિક માસને નામ આપવાની બાબતમાં ફેર પડે છે. ચાંદ્ર માસ સૌર માસ કરતાં ટૂંકે હોવાથી ક્યારેક સૂર્યની એક રાશિ દરમ્યાન બે ચાંદ્ર માસનો આરંભ થતો હોય છે. દા. ત. વિ.સં. ૨૦૨૮ માં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org