________________
સમયનિર્દેશની જુદી જુદી પદ્ધતિઓ
૧૫૭ ત્રીજી સદીથી “કુત” નામે સંવતને નિર્દેશ આવે છે ને પાંચમી સદીથી માલવગણ” નામે સંવતને ૬ઠ્ઠી સદીથી “શક અને ગુપ્ત’ નામે સંવતોનો પણ નામનિર્દેશ મળે છે. ૨૪ અલબત્ત ત્યારે સંવત માટે કાલ' શબ્દ પ્રયોજાતો. “સંવત’ એ તો ખરી રીતે ‘સંવત્સરી(વર્ષ)નું સંક્ષિપ્ત રૂ૫ છે. આગળ જતાં વલભી સંવત, વિક્રમ સંવત, કલયુરિ કે ચેદિ સંવત, હર્ષ સંવત, કોલ્લમ સંવત ઇત્યાદિ અનેક સંવતને નામ સાથે નિર્દેશ થતો જાય છે. આમ ભારતમાં સળંગ સંવતને ઉપયોગ લગભગ ઈસ્વીસનની પહેલી સદીથી જોવા મળે છે, જ્યારે સંવતના નામનો નિર્દેશ ત્રીજી સદીથી મળે છે.
ચાંદ-સૌર વર્ષ
ભારતના ઘણું પ્રદેશમાં ચાંદ્ર ૨૫ માસનું વર્ષ ગણવામાં આવે છે. મુસ્લિમ દેશોમાં બાર ચાંદ્ર માસનું વર્ષ ગણવાનો રિવાજ છે, જ્યારે પશ્ચિમના દેશમાં સીધું સૌરર વર્ષ ગણવામાં આવે છે. ચંદ્રની કલાની વધઘટ પરથી ચાંદ્ર માસ ગણાય છે, જ્યારે ઋતુઓના આવર્તન પરથી સૌર વર્ષ ગણાય છે. બાર ચાંદ્ર માસનું વર્ષ લગ ગ ૩૫૪ દિવસનું થાય છે. જ્યારે સૌર વર્ષ લગભગ ૩૬૫ દિવસનું હોય છે. આથી ચાંદ્ર વર્ષ સૌર વર્ષ કરતાં ૧૧ દિવસ જેટલું ટૂંકું હોય છે. પરિણામે ચાંદ્ર વર્ષ પર આધારિત કાલગણનામાં મહોરમ વગેરે તહેવાર પહેલાં ઉનાળામાં હોય તો એ થોડાં વર્ષમાં શિયાળામાં, પછી થોડાં વર્ષમાં ચોમાસામાં ને પછી પાછા થડા વર્ષમાં ઉનાળામાં આવે છે, આથી એમાં ઋતુઓ સાથે મેળ સચવાતો નથી. જે કાલગણના સીધી સાર વર્ષ પર આધાર રાખે છે, તેમાં ઋતુઓનો મેળ મળ્યા કરે છે, પરંતુ એના માસ સૌર હેઈ એમાં ચંદ્રની કલાની વધઘટને. કંઈ ખ્યાલ આવતો નથી.
ભારતીય કાલગણનામાં ચંદ્રકલા અને ઋતુઓ—એ બંનેનાં નિયમિત પરિવર્તનને લક્ષમાં લેવામાં આવ્યાં છે. એમાં પહેલાં મહિના ચંદ્રની કલાની વધઘટ પ્રમાણે ગણવામાં આવે છે. પરંતુ બાર ચાંદ્ર માસનું વર્ષ સૌર વર્ષ કરતાં લગભગ ૩૩ મહિને એક મહિના જેટલું પાછળ પડતું હોવાથી એમાં લગભગ એટલા ગાળામાં એક ચાંદ્ર માસ ઉમેરી લેવામાં આવે છે. એને “અધિક માસ' કહે છે. અધિક માસની યુક્તિને લઈને ચાંદ્ર વર્ષ સૌર વર્ષની લગોલગ રહે છે. આ રીતે જોતાં આપણું વર્ષ હિજરી સનના વર્ષની જેમ તદ્દન ચાંદ્ર નહિ કે ઈસવી સનના વર્ષની જેમ માત્ર સૌર નહિ, પણ બાર ચાંદ્ર માસ અને સૌર વર્ષનો મેળ મેળવતું, ચાંદ્ર-સૌર વર્ષ ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org